સુરતમાં એક વ્યક્તિમાં જોવા મળ્યો યુકેનો નવો સ્ટ્રેઇન, વરાછા સહિતના વિસ્તારોને કલસ્ટર ઝોન જાહેર કરાયા
વિજય સોનગરા દેવભૂમિ દ્વારકા
સુરત: સુરતમાં યુકેથી આવેલા ત્રણ લોકોમાંથી એક વ્યક્તિમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણ જોવા મળતા તંત્ર એલર્ટ થઇ ગયુ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા, પાલ, અડાજણ, સરથાણાને કલસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
ફેબ્રુઆરી મહિનામાં યુકેથી સુરત આવેલા ત્રણ લોકોના સેમ્પલ પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિમાં યુકેના કોરોનાનો નવો સ્ટ્રેઇન જોવા મળ્યો હતો. સુરતમાં યુકેના કોરોનાનો નવો સ્ટ્રેઇન જોવા મળતા સુરતવાસીઓની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ તંત્ર પણ એલર્ટ થઇ ગયુ છે. સુરત મહાનગરપાલિકાએ સતર્કતાના ભાગરૂપે વરાછા, પાલણપુર, સરથાણા અને પાલમાં કલસ્ટર ઝોન લાગુ કરી દીધુ છે. વરાછામાં 68 રહીશો, સરથાણામાં 264, પાલ અને અડાજણમાં 1738 લોકોને કલસ્ટર ઝોન હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
રાજ્યમાં રસીકરણ સાથે કોરોના સંક્રમિતોની સંખ્યા પણ વધી, 47 દિવસ બાદ 500થી વધુ નવા કેસ
સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સીનની કામગીરી પુરજોશમાં ચાલુ કરવામાં આવી છે. સ્કૂલોમાં પણ બાળકોમાં કોરોના પોઝિટિવ કેસ આવતા ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. સુરતમાં એક વ્યક્તિમાં નવા યુકે સ્ટ્રેનના લક્ષણ દેખાતા ક્વોરન્ટાઇન કરવાની કામગીરી કરવામાં આવી છે. યુકેના નવા સ્ટ્રેનનું સંક્રમણ વધારે હોય છે અને કેસ વધારે આવી શકે, પરિસ્થિતિ પણ બગડી છે પણ વધારેના બગડે તે માટે તંત્ર દ્વારા હોમ આઇસોલેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને કોવિડ વેક્સીનેશનની કામગીરીની પ્રક્રિયા ચાલી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સીનેશન આપવાનો 5 વાગ્યાનો સમય વધારીને રાત્રે 10 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. દરેક ઝોનમાંથી એક એક હેલ્થ સેન્ટર આઇડેન્ટીફાઇ કરી વેક્સીનની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વધુ લોકો વેક્સીન લે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.