સોમનાથ મહાદેવ ભક્તો માટે સવારના ૬.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ સુધી ખુલ્લું રાખવામાં આવશે. આરતી-દર્શનમાં પણ પ્રવેશ આપવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય
હેતલ ચાંડેગરા દ્વારા
સોમનાથ – કોવિદ-૧૯ મહામારીને કારણે ઘણા સમયથી સરકારી નિયમ-આદેશ મુજબ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલની સરકારની ગાઈડ લાઈન ધ્યાનમાં રાખી નિયમોનું ચુસ્ત પાલન સાથે તા, ૧૭ જુલાઈ ૨૦૨૧થી સોમનાથ મંદિર, મહાદેવ મંદિર, અહલ્યાબાઈ મંદિર, ભાલકા મંદિર, રામ મંદિર, ગીતા મંદિર લક્ષ્મીનારાયણ અને ભીડીયા મંદિરમાં આરતી -દર્શન માટે પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સોમનાથ મહાદેવ મંદિર નો સમય સવારના ૬.૦૦ કલાક થી રાત્રીના ૧૦.૦૦ કલાક સુધીનો કરવામાં આવ્યો છે. ભક્તો ત્રણેય આરતી સમયે મંદિર, સભા મંડપ કે નૃત્ય મંડપમાં ઉભા રહી શકશે નહિ. દર્શનાર્થે આવતા ભક્તોએ ઓનલાઇન કે ઑફલાઈન મેળવીને નિયમ મુજબ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે, ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે અને સૅનેટાઇઝરથી હાથ સાફ કરીને જ દર્શન માટે પ્રવેશ કરવાનો રહેશે. ફરજ પરના પોલીસ, એસઆરપી, સુરક્ષાકર્મી તેમજ મંદિરના સ્ટાફને વ્યવસ્થામાં સહકાર આપવો એવી માહિતી શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી આપવામાં આવી હતી.