મુંબઈ : 26/11/2008ના આંતકી હુમલો થયો હતો જેમાં અનેક નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને પોલીસ વિભાગના હોનહાર અધિકારીઓ વીરગતિને પ્રાપ્ત થયા હતા.
આરપીએફ કોસ્ટબલ જિલ્લુ યાદવ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં તૈનાત હતા. આતંકવાદી કસાબ તેના અન્ય સાથીઓ સાથે સીએસએમટીમાં ઘૂસી ફાયરિંગ શરૂ કર્યું. તે જ સમયે ફરજમાં તૈનાત યાદવે ડંડો ફેંકીને રાઈફલની કમાન સંભાળી અને પરિસરને આતંકવાદીઓથી ખાલી કરાવ્યું હતું.
મુંબઈ આતંકવાદી હુમલાને બહાદુરીપૂર્વક અટકાવનારા તેઓ પ્રથમ સુરક્ષાકર્મીઓમાંના એક હતા જેમની બહાદુરીને કારણે સેંકડો રેલ્વે મુસાફરોના જીવ બચી શક્યા. સરકારે તેમની અસાધારણ વીરતાની નોંધ લઈ રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કર્યા અને બઢતી આપવામાં આપી હતી
આજે પણ તેમની બહાદુરી ચર્ચા લોકો ગર્વ સાથે કરે છે.
બહાદુર વીર જિલ્લુ યાદવે મંગળવારે તેમના ગૃહ જિલ્લા વારાણસીમાં અંતિમ શ્વાસ લીધા હતા. હૃદય બંધ થવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. ભારત માતાના બહાદુર જવાન જિલ્લુ યાદવના મૃત્યુના સમાચાર સાંભળીને સમગ્ર જિલ્લામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.