મફતના ગુરૂની દરિયાદીલી

મફતના ગુરૂની દરિયાદીલી
◆ પત્નીએ મોકલાવેલા મેસેજ મુજબ \’જીતુ\’ ઘર વખરીનો સમાન લઈ રહ્યો હતો..ત્યાં અચાનક જોરથી વરસાદ આવ્યો, એ પણ બીજાની માફક એક દુકાનની છાજલી નીચે ઉભો રહ્યો..વરસાદનું જોર વધી રહેલું અને લોકોપણ એકબીજાને ચોંટીને અડોઅડ ઉભા હતા..
◆ આટલી ભીડમાં એક ગરીબ વ્યક્તિ દુકાનદાર ને અલગ અલગ વસ્તુઓ ના ભાવ પૂછતો… અને મુઠીમાં રાખેલા પૈસા જોતો…
એક તો વરસાદ એમાં પેલા મેલાઘેલા કપડાં વાળા વ્યક્તિને જોઈને, \’જીતુ\’ ને ઘીન આવી રહેલી…
\”કેવા કેવા માણસો આવે છે. નોંસેન્સ\”…
◆ \”અરે ભાઈ આપકો લેના હૈ તો લો, કયું બારબાર ભાવ પૂછતે હો??\” એણે પેલા ગરીબ માણસને કહ્યું… પેલી વ્યક્તિએ કોઈ જવાબ આપ્યો નહિ.. બસ નજર નીચે કરીને ઉભી રહી…
◆ \”જીતુનો સ્વભાવ આમપણ ચીકણો!! છતાંપણ પેલા માણસને મદદ કરવાની ઈચ્છા થઈ… પણ પાછો એનો ચીકણો સ્વાભાવ આગળ આવ્યો…
આજે મદદ કરીશ તો એને રોજની આદત પડશે, એવું વિચારીને એણે મદદ કરવાનો વિચાર માંડી વળ્યો…
◆ આસપાસના લોકો પણ જોઈ રહ્યા હતા.. દુકાનદાર પણ ચુપચાપ બધું જોઈ રહયો હતો…
દુકાનદારે પેલી વ્યકિતને પુછયુ… \”કાકા ક્યાં ચાહિયે, તુમ્હારે પાસ કિતના પૈસા હૈ… જો ચાહિયે વહ લે જાઓ…
પેલી વ્યક્તિએ મુઠ્ઠીમાંથી પૈસા દુકાનદારને બતાવ્યા.. ચાલીસ રૂપિયા હતા… એને જે જોઈતું હતું… એના પચાસ રૂપિયા હતા… દુકાનદારે એને જોઈતી વસ્તુ આપીને કહ્યું… કોઈ બાત નહિ કાકા લે જાવો…
◆ એ ગરીબ માણસના ચહેરાપર ખુશી આવી ગઈ.. એણે એ વસ્તુને છાતીસરસી ચાંપીને દુકાનદારને આશીર્વાદ આપવા લાગ્યો…
\”કાશ એને મદદ કરી હોત તો… એવો વિચાર જીતુના મનમાં આવ્યો, ત્યાં પાછો વિચાર આવ્યો આવા લોકોને મફતની આદત પડી ગઈ છે… એમ મનમાં બડબડતા એ ઘર તરફ જવા નિકળ્યો,\” વરસાદ હવે રોકાઈ ગયેલો…
◆ બજારમાં સરસ મઝાનો \”સરગવો\” દેખાયો… મમ્મીને ઘણો ગમે છે.. એથી એણે બકલા વાલાને એનો ભાવ પૂછ્યો… તો પેલાએ કહ્યું \”દસ કા તીન\” \”ઇતના લેકે ક્યાં કરું!! સિર્ફ મેરી મા ખાતી હૈ…\” એક કિતને કા??
બકાલા વાળાએ એક \”સરગવો\” આપીને કહ્યું, \”લે જાઓ સાહબ માઁ કો ખિલાના\”…
\”કિતના પૈસા?\”
\”અરે સાહબ કુછ નહિ ચાહિયે…લે જાઓ,
માતાજીકો અચ્છા લાગતા હે ના? મેરી માઁ ભી બડે ચાવસે ખાતી હૈ!!…\”
◆ થોડા દિવસ પહેલા જીતુના ગામેથી ફોન આવેલો ગામમાં સ્કુલની ઇમારત જર્જરિત બની ગઈ છે. એથી શહેરમાં રહેતા લોકોએ મદદ કરવી\”…
એણે 1000/- હજારનો ચેક મોકલાવેલો. જેના લીધે માલતી અને છોકરાઓ પણ નારાજ થયેલા..
આપણે શ્રીજીની કૃપાથી બધી રીતે સદ્ધર છીયે, તો સ્કૂલની ઇમારત માટે ફક્ત 1000/- કેવું લાગે?
◆ એ ચુપચાપ ઘરે આવ્યો… આજના અનુભવે એને હચમચાવી નાખેલો. દુકાનદાર અને બકાલા વાળાની દરિયાદીલી સામે એ પોતાની જાતને લાચાર મહેસુસ કરવા લાગ્યો…
\”માલતી પેલી સ્કૂલનું કામ ક્યાં સુધી આવ્યું કાઈ ખબર છે…. ઘરે આવીને એણે પત્નીને પૂછ્યું\”…
કોઈ જવાબ ન મળતાજ એણે ફોન કરીને માહિતી મેળવી અને એક ચેક કવરમાં મૂકીને માલતીને આપતા કહ્યું આ ચેકને પોસ્ટ કરજે સ્કૂલ માટેનો છે.
◆ \”હવે કેટલી રકમનો છે… માલતી એ ગુસ્સાથી પૂછ્યું??\”
એણે આંગળીના ઈશારે સમજાવવાની કોશિશ કરી..પણ જ્યારે માલતીને સમજાયું નહીં તો એણે કહ્યું \”એક લાખ એકાવન હજારનો ચેક છે.\”…
\”મેં અત્યારે ફોન પર મગનકાકા સાથે વાત કરી… એમણે કહ્યું હજી લાખ રૂપિયા કરતા વધારે થશે\”..
આવા કામમાં બજેટ આગળ પાછળ થવાની શકયતા હોવાથી વધારાનો ચેક આપ્યો…
◆ માલતીના ચહેરા પર આશ્ચર્ય હતું !! એવો તે કયો ગુરૂ મળ્યો???
એક નહીં બે ગુરૂ મળ્યા, ધીરેથી જીતુ બડબડયો!! એક ગુરુએ મન મોટું રાખીને ગરીબને ખુશ કર્યો, જ્યારે બીજાએ મારી આંખ ખોલી…
બંનેએ ગુરુદક્ષિણા ન લેતા મફતમાં જ્ઞાન આપ્યું… બસ આ ગુરૂદક્ષિણા સમજ એણે માલતી ને કહ્યું….
જાણે કે એના મનપરથી બોજ ઉતરી ગયો…
◆ માલતી એનો હાથ પકડીને એની આંખમાં જોવા લાગી… જીતુ અને માલતી ની આંખમાં ખુશીના આશું હતા… માલતી આજે બદલાયેલા જીતુને જોઈ રહી હતી…

C. D. Solanki