Home Stock Market નિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઇન્ટ મહત્વની સપાટી…!

નિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઇન્ટ મહત્વની સપાટી…!

1044
0

નિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!
તા.૨૬.૦૮.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૮૪૩.૮૮ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૯૩૦.૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૭૬૫.૦૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૬.૪૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૦.૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૦૭૩.૯૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૪૭૧.૬૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૪૮૦.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૪૫૬.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૧.૫૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૨.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૫૫૪.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

અમેરિકા અને ચાઈના વચ્ચે ફરી ટ્રેડ ડીલ થવામાં સારી પ્રગતિના સંકેત અને જર્મનીમાં બિઝનેસ કોન્ફિડેન્સ વધતાં યુરોપના દેશોના બજારોમાં તેજી સાથે એશીયાના બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય શેરબજારોમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની અવિરત તેજીએ સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ભારતભરમાં ચોમાસું અત્યંત સફળ રહ્યાના એક તરફ પોઝિટીવ ગણાતાં પરિબળ સામે કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિની ચિંતા ઊભી થતાં અને ડેરિવેટીવ્ઝમાં ઓગસ્ટ વલણના અંત પૂર્વે ઓવરબોટ પોઝિશન હળવી કરતા ઉછાળે નફારૂપી વેચવાલી પણ નોંધાઈ હતી. મિશ્ર વૈશ્વિક સંકેતોની વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ બે-તરફી વધઘટ સાથે સ્મોલ, મિડ કેપમાં સતત આકર્ષણ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે સીડીજીએસ, એનર્જી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, ઓટો, બેન્કેક્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે બેઝિક મટિરિયલ્સ, એફએમસીજી, હેલ્થકેર, ટેલિકોમ, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૫૭ અને વધનારની સંખ્યા ૧૬૮૧ રહી હતી, ૧૮૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, દેશભરમાં ચોમાસું આ વર્ષે અત્યંત સફળ નીવડતાં ભારતીય અર્થતંત્ર માટે કોરોના મહામારીના પડકારરૂપ સમયમાં આ પરિબળ મોટું પોઝિટીવ બન્યું છે. અર્થતંત્રને અધોગતિ તરફ લઈ જનારી મહામારી બાદના લોકડાઉનના કાળમાંથી ઝડપી બહાર આવવા માટે ચોમાસું મોટું પોઝિટીવ પરિબળ આગામી દિવસોમાં પૂરવાર થવાની પૂરી શકયતા છે. જેના થકી આર્થિક વિકાસ આગામી મહિનાઓમાં વેગ પકડવાની સાથે ભારતીય શેરબજારોમાં હાલ આવી રહેલો અવિરત રોકાણ પ્રવાહ સતત વધતો જોવાય એવી પૂરી સંભાવના છે. વૈશ્વિક મોરચે ચાઈનાના ઈન્ડસ્ટ્રીયલ પ્રોફિટના જુલાઈના આંકડા આવતી કાલે ૨૭,ઓગસ્ટના જાહેર થનાર છે. જ્યારે યુરોપમાં ઓગસ્ટ મહિનાના કન્ઝયુમર કોન્ફિડેન્સ આંકડા ૨૮,ઓગસ્ટના જાહેર થનાર હોઈ જેના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૭.૦૮.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

This image has an empty alt attribute; its file name is NIFTY-FO-8-1024x646.jpg

તા.૨૬.૦૮.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૫૫૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૪૬૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૫૭૫ પોઈન્ટ થી ૧૧૬૦૬ પોઈન્ટ, ૧૧૬૧૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૬.૦૮.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૩૪૪૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૩૨૩૦ પોઈન્ટના પ્રથમ અને ૨૩૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૫૭૫ પોઈન્ટ થી ૨૩૬૩૩ પોઈન્ટ, ૨૩૭૦૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૩૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

TCS લિ. ( ૨૨૫૭ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૭૩ થી રૂ.૨૨૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
રિલાયન્સ ઇન્ડ. ( ૨૧૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૧૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૦૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૧૬૦ થી રૂ.૨૧૭૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
એશિયન પેઈન્ટ ( ૧૯૭૪ ) :- રૂ.૧૯૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૯૪૪ ના બીજા સપોર્ટથી પેઈન્ટ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૮૮ થી રૂ.૧૯૯૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
લુપિન લિ. ( ૯૭૭ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૮૯ થી રૂ.૧૦૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
ટાટા સ્ટીલ ( ૪૨૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૧૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૩૩ થી રૂ.૪૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

HDFC બેન્ક ( ૧૧૧૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૧૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૦૩ થી રૂ.૧૦૯૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
લાર્સન લિ. ( ૯૭૨ ) :- રૂ.૯૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૯૬૦ થી રૂ.૯૪૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ઇન્ડસઇન્ડ બેન્ક ( ૫૬૯ ) :
બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૫૭ થી રૂ.૫૫૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
બાયોકોન લિ. ( ૩૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બાયોટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૦૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૮૪ થી રૂ.૩૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૧૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
ટાટા કેમિકલ ( ૨૭૨ ) :- રૂ.૨૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૯૨ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૬૬ થી રૂ.૨૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here