Home Gujarat ભાવનગર જિલ્લાના ગામડાઓમાં covid 19 ની માર્ગદર્શિકાના પાલન સાથે મતદાન

ભાવનગર જિલ્લાના ગામડાઓમાં covid 19 ની માર્ગદર્શિકાના પાલન સાથે મતદાન

924
0

ભાવનગર જિલ્લાના ગામડાઓમાં covid 19 ની માર્ગદર્શિકાના પાલન સાથે મતદાન

મતદાનની પવિત્ર ફરજ બજાવવા મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ

જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર તા.૨૮, ભાવનગર જિલ્લામાં પાલીતાણા, મહુવા, વલ્લભીપુર નગરપાલિકા, ભાવનગર જિલ્લા પંચાયત, તેમજ ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, જેસર, પાલીતાણા, ગારીયાધાર, સિહોર, વલ્લભીપુર, ઉમરાળા, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧નું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. જિલ્લા ચૂંટણી તંત્ર, પોલિંગ સ્ટાફ, પોલીસ, આરોગ્ય,રેવન્યુ સહિત વિવિધ વિભાગના ચૂંટણી સાથે જોડાયેલા કર્મયોગીઓ ચૂંટણી ફરજમાં જોડાયેલા રહ્યા. ભાવનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ એકંદરે નિયંત્રણમાં છે છતાં પણ તકેદારીના ભાગરૂપે રાજ્ય ચૂંટણી આયોગની માર્ગદર્શિકા પ્રમાણે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, અધિક કલેકટર ઉમેશ વ્યાસ તેમજ પ્રાંત અધિકારીઓ, ચુંટણી અધિકારીઓના સંકલન હેઠળ મતદાન દરમિયાન કોરોનાની ગાઈડલાઈનુ પાલન થાય તે માટેની પૂરતી કાળજી લેવાઈ હતી અને દરેક મતદાન મથકો પર માસ્ક, સેનેટાઈઝર, હેન્ડ ગ્લોવઝ સહિતના સાધનો ઉપલબ્ધ કરાવી સોસીયલ ડિસ્ટનસિંગ જળવાય તે રીતેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. મતદાન સંદર્ભે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાગૃતિ જોવા મળી હતી.વિશેષ કરીને ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓમાં મતદાન પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરના માર્ગદર્શન હેઠળ મતદાન મથકોમાં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પરિવાર સાથે પોતાના વતન ભાવનગરના હણોલ ગામે મતદાન કર્યું

કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ, વોટરવેઝ (સ્વ.હ.) અને કેમિકલ & ફર્ટિલાઈઝર મંત્રી મનસુખ માંડવિયા એ રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી – 2021 અંતર્ગત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભે ધર્મપત્નિ નીતાબેન માંડવિયા સહિત પરિવારના સભ્યો સાથે ભાવનગર પાલિતાણાના હણોલ ખાતે આવી મતદાન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી માંડવિયા એ લોકશાહીમાં મતદાનને રાષ્ટ્રીય ફરજ સમજી દરેક લોકો એ પોતાનો મતાધિકાર વાપરવો જ જોઈએ તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here