ગુજરાતમાં ગરમી માં થતો વધારો, 108 થઈ ગઈ સજ્જ
અનિલ ગોહિલ દ્વારા
હવામાન વિભાગેની ગરમીની આગાહીને અનુલક્ષીને 108 સેવાને ખાસ તૈયાર કરી દેવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા ભાવનગર જિલ્લામાં ગરમીમાં વધારો 42 ડીગ્રી સુધી જવાની આગાહી કરી છે. આ આગાહીને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ 108 સેવામાં ખાસ આયોજન સાથે સજ્જ કરી છે. જેમાં ઓ.આર.એસ, ગ્લુકોઝ સહીત ની જરૂરી દવાઓ સાથે 108 સેવા માં વિશષ્ટ તૈયારી કરી લેવામાં આવી છે.
છેલ્લા 2 દિવસ માં108 સેવામાં લુ લાગવી, ચક્કર આવવા, જાડા ઉલ્ટી, તાવ આવી જવો, પેટ અને માથામાં દુઃખાવો થવો, અને ઘણા કિસ્સામાં બેભાન થઈ જવા જેવા કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે
ગરમીથી બચવા 108 ને સૂચના આપવામાં બાબતે
◆ સખત ગરમીમાં બને ત્યાં સુધી તડકામાં નીકળવાનું ટાળો.
◆ ગરમીમાં બહાર નીકળોતો સુતરાઉ લાંબી આંખી બાયના કપડાં પહેરવાં જોઈએ.
◆ મોઢાથી પ્રવાહી પૂરતાં પ્રમાણમાં લેવુ જોઈએ જેમાં સાદું પાણી, લીંબુ, ઓઆરએસ અને છાશ, જ્યૂસ વગેરેનો ઉપયોગ કરી શકાય.
◆ નાના બાળકો અને મોટી ઉંમરની વ્યક્તિઓએ બને ત્યાં સુધી બહાર ના જવું
◆ સગર્ભા મહિલા વધારેમાં વધારે પાણી પીવો અને બપોરના સમયે આરામદાયક જગ્યાએ રહેવું અને તાજા લીલા શાકભાજી વાળા ભોજન લેવા જોઈએ.
◆ ગરમીની જરા પણ અસર દેખાય કે આંખમાં બળતરા થવા લાગે તરત નજીકના દવાખાને ડોક્ટરનો સપર્ક કરવો.
◆ બની શકે તો ખુલ્લા પગે કે વાહન વ્યવહાર ટાળવો.
◆ લુ લાગવાના ચિહ્નો જણાય તો તરત જ 108 ને મદદ માટે સપર્ક કરવો જોઈએ.
◆ જે વ્યક્તિને લુ લાગી હોય એને ઠંડાં વાતવરણમાં રાખવો હિતવાહ છે.
◆ લુ લાગેલી વ્યક્તિને પ્રાથમિક ઉપચાર માટે ઠંડા પાણીનાં પોતા મૂકી શકાય.
◆ આઈસ પેક ઝાંગ અને બગલમાં મુકવાથી શરીરનું ઉષ્ણતાપમાન તરત જ નીચું લાવી શકાય છે.
◆ લેબર વર્કરો જો તડકામાં કામ કરતા હોય તો દર 2 કલાકે છાયડામાં 15 થી 20 મિનિટ આરામ કરી લેવો જોઈએ.
◆ ગરમીની ઋતુમાં બજારુ, ઉધાડો અને વાસી ખોરાક ખાવાનું ટાળવું જેથી ઝાડા-ઉલ્ટી જેવી બીમારીથી બચી શકાય.