Home Crime જાણીતી કંપનીના દૂધમાં ભેળસેળ કરતા શખ્સની દહિસર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

જાણીતી કંપનીના દૂધમાં ભેળસેળ કરતા શખ્સની દહિસર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

1252
0

જાણીતી કંપનીના દૂધમાં ભેળસેળ કરતા શખ્સની દહિસર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

મુંબઈ : દૂધને તો ધરતી પરનું અમૃત કહેવાયું છે. પણ એ અમૃતને વિષ બનાવવાનું કામ અને દેશના ભવિષ્યને નબળું પાડવાનું કામ થોડાક પૈસા માટે અમુક અસામાજિક તત્વો કરે છે. દહિસર પૂર્વમાં નામાંકિત કંપનીના દૂધમાં દુષિત પાણીની ભેળસેળ થતી હોવાની માહિતી દહિસર ક્રાઇમ બ્રાન્ચ-૧૨ ના અધિકારીઓને મળી હતી. આ માહિતીના આધારે તપાસ હાથ ધરતા વીર સંભાજી નગર, ગુરુદ્વારાની સામે, ન્યૂ લિંક રોડ, દહીસરબ પૂર્વ ખાતે દૂધમાં ભેળસેળ થતી હોવાની ચોક્કસ જાણકારી સામે આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે અન્ન અને ઔષધ પ્રશાસન બૃહનમુંબઈ ,મહારાષ્ટ્રના અન્ન સુરક્ષા અધિકારીને સાથે રાખી ડી-૫ વીર સંભાજી નગર ખાતે છાપો મારવામાં આવ્યો ત્યારે સ્થળ પર નામાંકિત અમુલ ગોલ્ડ (ફુલ ક્રીમ), અમુલ (તાઝા) ની થેલીઓ કાપેલી મળી જેમાંથી થોડી માત્રામાં દૂધ કાઢી લેવામાં આવતું અને એના સ્થાને દુષિત પાણી ભરી થેલી સીલ કરવામાં ઉપયોગ કરતા સ્ટવ, પિન અને મીણબત્તી સહીત વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી
સ્થળ પરથી મળી આવેલ ૫,૯૩૦ની કિંમતનું લગભગ ૧૨૨ લી.ભેળસેળ દૂધ મળી આવ્યું જેનો જગ્યા પર નાશ કરવામાં આવ્યો અને પકડાયેલ આરોપી પર દહિસર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.ક્ર. ૧૭૫/૨૦૨૧ કલમ ૨૭૨,૪૮૨,૪૮૩, ૪૨૦, ૪૬૮, ૩૪.ભા.દ.સ.સાહબ કલમ ૨૬,૨૭,૩ (૧) ZX અન્ન સુરક્ષા કાયદા ૨૦૦૬ નિયમન ૨૦૧૧ પ્રમાણે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે
આ કામગીરી પોલિસ સહ. આયુક્ત મિલિન્દ ભારંબે, અપ આયુક્ત એસ. વિરેશપ્રભુ, પો.ઉપ.આ.પ્રકાશ જાધવ, સ. પો.આયુક્ત (ઉત્તર) પંઢરીનાથ વ્હાવળના માર્ગદર્શનમાં શાખા-૧૨ના પ્રભારી પોલીસ નિરીક્ષક મહેશ તાવડે, પોલીસ નિરીક્ષક સચિન ગવસ, પો.ઉપ.ની. હરીશ પોળ, પો.હ. શાંતારામ ભુસારા, સુનિલ બિડિયે, મંગેશ તાવડે, અરવિંદ મહામુણકર, કલ્પેશ સાવંત, રમેશ સાવંત, પો.ના. શેલેષ બિચકર, મહિલા પો.અ.સુનિતા બેકરે તથા અન્ન સુરક્ષા અધિકારી એસ.એસ. ક્ષીરસાગરે સફળતાપૂર્વક પાર પાડી હતી.

AD..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here