મુંબઈના દહિસરમાં જમ્બો કોવિદ સેન્ટર ખાતે આવેલ વેક્સિન સેન્ટર પર અફરાતફરીનો માહોલ

\"\"\"\"મુંબઈના દહિસરમાં જમ્બો કોવિદ સેન્ટર ખાતે આવેલ વેક્સિન સેન્ટર પર અફરાતફરીનો માહોલ
મુંબઈ : કોરોના મહામારીને કારણે દેશના હાલ ખરાબ છે.વેક્સીનનો પહેલો ડોઝ લીધા પછી ૨૮ દિવસ પછી બીજા ડોઝ માટે કહેવામાં આવ્યું એ પછી સમયગાળો ૪૫ દિવસનો કરવામાં આવ્યો. એ અરસામાં વેક્સિનની અછત સર્જાઈ જેને કારણે બીજા ડોઝ માટે પડાપડી થવા લાગી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંગાળનીચૂંટણીના પ્રચાર પછી તુરંત ૧૮ વરસથી ઉપરના સહુને ૧ મેં થી વેક્સિન આપવાની જાહેરાત કરી હતી. તે સમયે ૪૫થી મોટી ઉંમરના લોકોને બીજો ડોઝ લેવાનો સમય આવી ગયો જેને કારણે વ્યવસ્થા પડી ભાંગી.
દહીસરમાં પૂર્વમાં આવેલ વેક્સિન સેન્ટર ગત શુક્રવારથી બંધ હતું જે બુધવારના બપોરના શરુ કરવામાં આવ્યું જેને કારણે મોટી સંખ્યામાં ભીડ થઇ હતી. યોગ્ય વ્યવસ્થાનો અભાવ નજરે ચડતો હતો,. ગુરુવારના રોજ લગભગ ૨૦૦૦ ટોકન આપવામાં આવ્યા હતા અને ૮૦૦ ઓનલાઇન રજીસ્ટ્રેશન વાળા હતા. વેક્સિન આપવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન બહાર તણાવભરી સ્થિતિ સર્જાય હતી તે સમયે દહિસર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રવીણ પાટીલ પોલીસ નિરીક્ષક વિકાસ લોકરે સહીત ટીમે આવીને મામલો શાંત પાડો હતો આ સમયે બીજેપીના નગરસેવક જગદીશ ઓઝા, જીતેન્દ્ર પટેલે વેક્સિન લેવા આવેલ લોકો સાથે વાત કરી સમજાવ્યા હતા આ સમયે વોર્ડ નં-૨ અધ્યક્ષ વિવેક નીચાની વિવેક શેઠ, અમરીશ દવે કોંગેસના ધનંજય કુલકર્ણી વિકાસ પાંડે સહીત લોકો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *