સશસ્ત્ર દળોએ અમદાવાદમાં ધન્વંતરી હોસ્પિટલ ખાતે કામગીરી વધુ વેગવાન બનાવી “રાષ્ટ્ર સર્વોપરી મિશન”નું હંમેશા પાલન

સશસ્ત્ર દળોએ અમદાવાદમાં ધન્વંતરી હોસ્પિટલ ખાતે કામગીરી વધુ વેગવાન બનાવી
“રાષ્ટ્ર સર્વોપરી મિશન”નું હંમેશા પાલન

મનન ભટ્ટ દ્વારા
અમદાવાદમાં શરૂ કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં સશસ્ત્ર દળોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે અને મેડિકલ સ્ટાફની નિયુક્તમાં નોંધનીય વધારો થયો છે. રાષ્ટ્રના જરૂરિયાતના આ સમયમાં, સશસ્ત્ર દળોએ મહત્તમ સંખ્યામાં ડૉક્ટરો, વિશેષજ્ઞો અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ થઇ શકે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. ICU અને નોન- ICU બંને પ્રકારાના દર્દીઓની અવિરત સંભાળ રાખવા માટે નોંધનીય સંખ્યામાં તબીબી સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે.
દર્દીઓ અને ડૉક્ટરોના ઉંચા રેશિયો અને વધુ વિશેષજ્ઞોની ઉપલબ્ધતાના કારણે દર્દીઓના અનમોલ જીવ બચાવવા સાથે અહીં સકારાત્મક પરિણામો પહેલાંથી જ જોવા મળી રહ્યાં છે.
અથાક જુસ્સા અને ઉત્સાહ સાથે શ્રીમતી અંજુ શર્મા, IAS એકંદરે આ પ્રયાસોનું સંકલન કરી રહ્યાં છે. ગુજરાતમાં લોકોને સેવા પૂરી પાડવા માટે નાગરિક-સૈન્ય સંકલનના સ્પષ્ટ પરિણામો જોવા મળી રહ્યાં છે.
ભારતીય સૈન્ય તરફથી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં મુખ્ય સંયોજક, અમદાવાદ ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) પરિસ્થિતિના અપડેટ અંગે ગુજરાત સરકારના મુખ્ય સચિવને મળ્યા હતા જ્યાં તેમણે રાજ્યના સૌથી વરિષ્ઠ ટોચના અધિકારીને ભારતીય સશસ્ત્ર દળોના પ્રયાસોમાં કરવામાં આવેલી નોંધપાત્ર વૃદ્ધિ વિશે માહિતી આપી હતી અને ભારતીય સશસ્ત્ર દળના ‘હર કામ દેશના નામ’ સિદ્ધાંતનું દરેક દ્વારા પાલન થવાની ખાતરી આપી હતી.

\"\"