Home News ભાવનગરમાં રામવાડી સંસ્થા દ્વારા વાવાઝોડાના સમયે ૨૪ કલાક રસોડું ચલાવી લોકોની સેવા...

ભાવનગરમાં રામવાડી સંસ્થા દ્વારા વાવાઝોડાના સમયે ૨૪ કલાક રસોડું ચલાવી લોકોની સેવા કરશે

993
0

સેવાનું શેલ્ટર…. માનવતાનો મંડપ બનેલી સેવાભાવી સંસ્થા ‘રામવાડી’

જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર : તાઉ’તે વાવાઝોડું ભાવનગર જિલ્લામાં દસ્તક દઇ રહ્યું છે. ત્યારે વિપદની આ વેળાએ માનવતા પણ મ્હોરીને સમાજજીવનને નવપલ્લવિત કરી રહી છે. આ કુદરતી આપદામાં જો આ વાવાઝોડું ત્રાટકે તો હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા બહારગામના દર્દીઓના સ્નેહીજનો જે હોસ્પિટલમાં બહાર, કોઈ ખુલ્લા આશ્રય સ્થાનોમાં આશ્રય લઇ રહ્યા છે. તેવા લોકો માટે ‘સેવાનું શેલ્ટર- માનવતાનો મંડપ’ બનેલી બ્રામ્હણ સમાજની રામવાડી દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે પોતાના દ્વાર ખોલ્યા છે. જ્યાં આવાં વ્યક્તિઓને રહેવા, સુવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીમાં કોઈપણ સંક્રમિત પરિવાર ભૂખ્યો ન રહે તે માટે રામવાડીએ સેવા યજ્ઞ શરૂ કર્યો હતો. એક મહિના પછી પણ આ સેવા નિયમિત ચાલી રહી છે અને તેમાં જેમના ઘરે કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય તો તેવાં પરિવારને ભોજનની વ્યવસ્થા કરી આપીને સેવાનો સરવાળો કર્યો છે.
કોરોનાથી ત્રસ્ત પરિવાર કુદરતી આપત્તિમાં રઝળી ન પડે તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મુસિબતની આ ઘડીમાં અસરગ્રસ્ત લોકો જયારે જરૂર પડે ત્યારે રામવાડીના પ્રમુખશ્રી કિરીટભાઇ પંડ્યા નો મો.નં. 9925006888, જયેશ દવે..9824220688, અજય પંડ્યા.9426261879, કુંતલ ત્રિવેદી, 9879557075, હિતેષ કનાડા 9925400357 કેયુર ભટ્ટ 9879542542, સુનિલ મોદી, 9825025962 તેમજ રસોઈ બનાવવા જરૂર પડે તો પ્રભાકર વ્યાસ 9925574380 નો સંપર્ક કરી શકે છે.
જયારે પણ જરૂર પડે અમારું રસોડું ૨૪ કલાક વાવાઝૂંડા પૂરતું શરૂ રહેશે. પ્રભાકરભાઈ અને તેમની ટીમ રામવાડી ખાતે હાજર રહેશે. ક્યાંય પણ જગ્યાએ ભોજનની જરૂર પડે તો રામવાડીનો સંપર્ક કરવો

ad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here