અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા ઉપર અમદાવાદમાં એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી

મુનમુન દત્તા ઉર્ફે બબીતા ઉપર અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી હેઠળ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી.

ભરત સતીકુંવર દ્વારા
અમદાવાદ :
ગુજરાતના તમામ દલિત સમાજ અને અતિ દલિત ગણાતા વાલ્મિકી સમાજ દ્વારા મુનમુન દત્તા ઉર્ફે બબીતા ઉપર અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી હેઠળ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી .\”તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા\” ની અભિનેત્રી મુનમુન દત્તા (બબીતા) દ્વારા તાજેતરમાં youtube પર પોતાના પ્રમોશન વખતે વાલ્મિકી સમાજ માટે અપમાનજનક શબ્દનું ઉચ્ચારણ કર્યું હતું જેનાથી સમગ્ર ભારતમાં વસેલા વાલ્મિકી સમાજની લાગણી દુભાઈ હતી.જેને લઇ ને સમગ્ર ભારતમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન તેમજ અલગ-અલગ પોલીસ સ્ટેશન તેમજ જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર આપી. મુનમુન દત્તા ઉપર કાયદેસરની એટ્રોસિટી દાખલ થાય તેમજ ખાસ કરીને સુરત શહેરમાં વસતા વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા આમરણ ઉપવાસ કરવામાં આવ્યા હતા.

\"\"આ અનુસંધાને અમદાવાદ શહેરના વાલ્મિકી સમાજના આગેવાનો યુનિયન લીડર તેમજ સામાજિક કાર્યકર્તાઓએ છેલ્લા દસ દિવસથી ખોખરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆત કરતા આખરે તારીખ ૨૨/૦૨૦૨૧ ના રોજ ખોખરા પોલીસ સ્ટેશનમાં મુનમુન દત્તા (બબીતા) ઉપર વાલ્મિકી સમાજના એડવોકેટ શ્રી મધુભાઈ પરમાર તેમજ અન્ય સામાજીક આગેવાનો ના સાથ સહકારથી કાયદેસરની એટ્રોસિટી કલમ હેઠળ એફ.આઇ.આર. દાખલ કરવામાં આવેલ છે. આ બાબતે મુનમુન દત્તાનું શું કહેવું છે એ જાણવા પ્રયત્નો કર્યા પણ સંપર્ક ના થઇ શક્યો

\"\"
ad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *