Home Gujarat ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા...

ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા અનુરોધ

1166
0

ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા અનુરોધ

૧૫ જુલાઇ સુધી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીને અરજી કરવાની રહેશે

કિરીટ સુરેજા
મોરબી :
રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીના નાના વેચાણકારો લારીવાળા માટે વિના મુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા માટેની યોજના ચાલુ વર્ષે અમલમાં છે. આ યોજના હેઠળ પુખ્ત વયની વ્યક્તિને (આધારકાર્ડ દિઠ એક વ્યક્તિને) વિના મુલ્યે છત્રી/શેડ કવરનો લાભ મળવાપાત્ર થશે.
આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે khedut portal તા.૧૫/૦૭/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનીક પુરાવા જેવાકે રેશન કાર્ડની નકલ, આધારકાર્ડની નકલ તથા ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધીત ગ્રામ સેવકનો ફળ/શાકભાજી/ ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો તથા શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનું ઓળખપત્ર/ દાખલો અરજી સાથે જોડવાનો રહેશે.
લાભાર્થીઓએ અરજી રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં.- ૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે મોકલી આપવાની રહેશે તેમ નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here