તૃષિકા હેમંત શિંદેએ એસ.એસ.સી.ની પરીક્ષામાં ૧૦૦% ગુણ મેળવ્યા ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી અને નગરસેવક જગદીશ ઓઝા દ્વારા સન્માન કરવામાં આવ્યું

ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી અને નગરસેવક જગદીશ ઓઝા દ્વારા સન્માન કરવામાં આવ્યું

\"\"
ભરત સતીકુંવર
મુંબઈ :
કોરોના મહામારીને કારણે એક વર્ષથી વધુ સમયથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેને કારણે શાળા અને કોલેજનું ભણતર ઓનલાઇન શરુ કરવામાં આવ્યું હતું. જેને કારણે અનેક વાલીઓ ફરિયાદ કરતા હતા કે એમના બાળકો બરોબર ભણતા નથી. પરંતુ જે વિદ્યાર્થી પોતાના ઉજ્જવળ ભવિષ્ય, માતા પિતાના સપના પુરા કરવા માટે સંપૂર્ણ ધ્યાન ભણતર પર કેન્દ્રિત કરે છે એ હંમેશા ઇતિહાસ રચે છે.
એવોજ ઇથીહાસ રચ્યો મુંબઈના દહિસર પૂર્વમાં એન.એલ.સંકુલના નકુલ બિલ્ડિંગમાં રહેતા શિંદે પરિવારની દહિસર વિદ્યામંદિર સ્કૂલમાં મરાઠી માધ્યમમાં અભ્યાસ કરતી તૃષિકા હેમંત શિંદેએ એસ.એસ.સી.ની પરીક્ષામાં 100% ગુણ મેળવ્યા. ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગોપાલ શેટ્ટી અને વોર્ડ નં-૨ ના નગરસેવક જગદીશ ઓઝાએ તૃષિકાના ઘરે જઈ તેનું સન્માન કરી અભિનંદન સાથે ઉજ્વળ ભવિષ્યની શુભેચ્છા આપી હતી.
નગરસેવક જગદીશ ઓઝાએ કહ્યું કે કોઈ સફળતા પ્રાપ્ત કરે ત્યારે પ્રોત્સાહિત કરવા સન્માન કરવું જોઈએ અને તેનાથી તેંનો ઉત્સાહ પણ બમણો થાય છે, અને બીજા લોકો માટે પ્રેરણાદાયી બને છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિદ્યાર્થીઓ ભણવામાં અગ્રેષર રહે અને સફળ બને એ માટે સન્માનિત કરે છે.
આ પ્રસંગે ભાજપના જિલ્લા મહામંત્રી દિલીપ પંડિત, ડો. યોગેશ દુબે, જિલ્લા મંત્રી પ્રેમચંદ યાદવ, વોર્ડ વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ સંખે, મંડળના મંત્રી દિપુ વિશ્વકર્મા, યુવા મોરચાના મહામંત્રી સુનિલ વ્યાસ તેમજ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

\"\"
\"\"
ad