રાષ્ટ્રીય સેવીકા સમિતિ તથા સોમ તીર્થ સખીમંડળ દ્વારા સ્પર્ધાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

રીપોર્ટર:-હેતલ ચાંડેગરા ગીર સોમનાથ

રાષ્ટ્રીય સેવીકા સમિતિ તથા સોમ તીર્થ સખીમંડળ દ્વારા સ્પર્ધાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમનું . ગીર સોમનાથ ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિ તેમજ સોમતીર્થ સખીમંડળ દ્વારા વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતુ. \"\" આ સ્પર્ધાનો હેતુ માતૃશક્તિમાં રહેલ વિવિધ કલાઓ ને પ્રદર્શિત કરવાનો હતો, તેથી ભારતીય સંસ્કૃતિ મુજબ સ્પર્ધાઓનું આયોજન કરેલ હતું સ્પર્ધામાં ૬૦ જેટલી દીકરીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા નો મુખ્ય હેતુ દીકરીઓમાં રહેલી શક્તિ પ્રદર્શિત કરવાનો હતો તેની કલાને પ્રોત્સાહન આપવું ને હવે ઘણી બધી સ્પર્ધાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઇ પોતાનામાં રહેલી શક્તિને પ્રદર્શિત કરી શકે . આ કાર્યક્રમમાં બાળાઓએ આરતી સુશોભન/ગરબો શુશોભન, સાંસ્કૃતિક ચિન્હ સુશોભન, હાલરડું તેમજ આપણા દેશની મહાન નારી વિશે વક્તવ્ય આપી પોતાની આત્મશક્તિ ને પ્રદર્શિત કરી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓ શારીરિક તેમજ માનસિક રીતે મજબૂત બને તે હતો તેની આત્મા શક્તિ ને પ્રોત્સાહન આપવા માટે નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, આદરણીય પ્રદેશ મંત્રી શ્રી ઝવેરભાઈ ઠકરાર , સોમનાથ ટ્રસ્ટ વતી જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સાહેબ તેમજ ચંદ્રપ્રકાશ ભાઈ ભટ્ટ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન એ હાજરી આપી દીકરીઓનું ઉત્સાહ વધાર્યો હતો દીકરીઓને પ્રોત્સાહન ઇનામો આપી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવીકા સમિતિ સોમનાથ વતી પારૂલબેન દવે તેમજ સોમતીર્થ સખીમંડળ વતી હેતલબેન ચાંડેગરા એ કર્યું હતું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *