દેશનાં પ્રધાન મંત્રી આપ ચિતાઓની ચિંતા છોડી ગાયની ચિંતા કરો : હાર્દિક હુંડીયા

દેશનાં પ્રધાન મંત્રી આપ ચિતાઓની ચિંતા છોડી ગાયની ચિંતા કરો : હાર્દિક હુંડીયા

ભારત દેશ જ્યારે ૨૦૦ વર્ષ સુધી અહિંસક લડાઈ લડીને અંગ્રેજોને હંફાવી શકવાની તાકાત રાખી શકતો હોય, જે દેશમાં અનેક વિરોએ પોતાના જીવનું બલિદાન આપીને મહામુલી આઝાદી આપણેને અપાવી હોય તેવા વિરોના દેશ ભારત દેશમાં ગત દિવસોમાં ભારત દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇએ તેમના જન્મદિવસનાં દિવસે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આફ્રિકાનાં નામીબીયા શહેરથી આઠ ચિતાઓને લાવીને ભારતના મધ્યપ્રદેશ રાજ્યનાં કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવેલ છે. આ બાબતે સ્ટાર રિપોર્ટ મેગેઝિનનાં પ્રધાન સંપાદક હાર્દિક હુડીયા જેઓ એક પરમ જીવદયા પ્રેમી છે તેઓએ દેશનાં પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખીને તેમાં તેઓએ જણાવ્યું કે આપ જેવા યસસ્વી વડાપ્રધાન ભારત દેશને મળ્યા છે તેનું ગૌરવ છે. અંહિસક લડાઈનાં અગ્રસર આ ભારત દેશમાં નિર્દોષ જીવોની હત્યા શા માટે થવી જોઈએ ? આપણાં દેશમાં તમામ નિયમો અને કાયદાઓનું પાલન કરવામાં આવે તો અબોલ જીવોની હત્યા અટકી શકે છે. તેઓએ વધુમાં જણાવ્યું કે પ્રજાને કોઈ પણ તકલીફ આવે તો તે રાજા પાસે જાય છે. અને રાજા તેને યોગ્ય ન્યાય આપે છે. મારી સાથે ‌સાથે દેશ વિદેશમાં વસતા દરેક ભારતવાસીને તમારા ઉપર ગર્વ છે.
હાર્દિક હુંડીયાએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દેશ ખુબ જ પ્રગતિ કરી રહ્યો છે. પરંતુ વડાપ્રધાને તેમના જન્મદિવસને દિવસે આફ્રિકાનાં નામીબીયાથી મધ્યપ્રદેશનાં નેશનલ પાર્કમાં ચાર થી છ વર્ષની ઉંમરના આઠ ચિતા કરોડોનો ખર્ચ કરીને લાવીને ખુલ્લા મુક્યા છે. જે હવે આપણાં દેશનાં અબોલ જીવોનો શિકાર કરશે. હાર્દિક હુંડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દ્વારા મોકલેલા પત્રમાં જણાવ્યું કે આપ આ ચિતાઓને પરત મોકલી દો તેઓએ નરેન્દ્ર મોદીને સંબોધન કરતા આ પત્રમાં જણાવ્યું છે કે તેઓ મોદીનાં પરમ શુભેચ્છક છે. તેમના માતુશ્રી હિરા બા નાં પગ દુધથી ધોઈને તેમનું સમ્માન કરવાનો અને આર્શીવાદ લેવાનો લ્હાવો જીવનમાં મળ્યો છે તે જીવનની સહુથી ભાગ્યશાળી પળ છે .
વર્તમાનમાં હાહાકાર મચાવનાર લમ્પી વાયરસ બિમારીનો પણ ખાસ ઉલ્લેખ કરતાં હુંડીયાએ જણાવ્યું કે આ બિમારીને કારણે આપણે જેને માતાનો દરજ્જો આપ્યો છે તે ગાય માતા જેના દુધ થી આપણને તેમજ દેશનાં બાળકોને ગાયમાતાનાં દુધ વડે સ્વસ્થ રાખવામાં આવે છે. આજે આ ગાયમાતાનો જીવ જોખમમાં છે. આ લમ્પી બિમારીથી આ અબોલ જીવોને બચાવવા માટે આપનાં નેતૃત્વમાં પ્રયત્ન થાય તે વધુ જરૂરી છે.
આ ચિતા આપણા દેશનાં ખુબ જ આકર્ષક અને અબોલ જીવોને આ અભ્યારણ્યમાં વિચરે છે તેનો શિકાર કરશે .
દેશમાં હરણનો શિકાર કરવા ગયેલ ફિલ્મ અભિનેતા સલમાન ખાન અને તેનું સમર્થન કરનારી અભિનેત્રીઓ ઉપર કેટલા મોટા સંકટ આવેલા હતા તે વાત જગજાહેર છે. નરેન્દ્ર ભાઇ મોદી આપ પરમ માતૃભક્ત છો અને જે અબોલ જીવ અભ્યારણ્યમાં મુક્ત બનીને વિચરે છે તેનું ભક્ષણ આ ચિતા કરશે.
આપના આશ્રય સ્થાનમાં રહેનાર આ અબોલ જીવોનું જીવનનું જોખમ આ ચિતાઓનાં આવવાનાં કારણે જોખમાયું છે તે વાત ઉપર ધ્યાન દોરતા હાર્દિક હુંડીયાએ જણાવ્યું કે આ ચિતાઓ પ્રધાનમંત્રી પરત મોકલી દે. જન્મદિવસનાં દિવસે અબોલ જીવોને મારવાનું કાર્ય થવું જોઈએ નહીં. તે વાત ઉપર ખાસ ભાર મુકતા જણાવ્યું કે આપણો દેશ અહિંસક દેશ છે ત્યાં અબોલ જીવની રક્ષા કરવી આપણું પ્રથમ કર્તવ્ય છે.

visit : www.swabhimanbharat.com
SUBSCRIBE : swabhiman bharat