Home Culture ઢોલના ધબકારે સુરોના તાલે પ્રીતિ-પિન્કીના સથવારે દાંડિયા-રાસની રમઝટ બોલાવશે ખૈલેયા

ઢોલના ધબકારે સુરોના તાલે પ્રીતિ-પિન્કીના સથવારે દાંડિયા-રાસની રમઝટ બોલાવશે ખૈલેયા

1149
0

મુંબઇ : રાજકારણમાં ધર્મ હોવું સહજ વાત છે પણ ધર્મમાં રાજકારણ ચિંતાજનક કહી શકાય. ઉપનગર બોરીવલીમાં નવરાત્રીના ત્રણથી વધુ મોટા આયોજન કરવામાં આવ્યા છે. જેમાં કયાંક ને ક્યાંક કોઈક રીતે ભાજપના મોટા નેતા સંકળાયેલા છે.
પ્રીતિ-પિંકી આ બંને બહેનો છેલ્લા ૨૨/૨૩ વરસથી મુંબઈમાં નવરાત્રીમાં રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. આ નવરાત્રીમાં તેઓ આયોજક આમદાર પ્રવીણ દરેકર, પ્રકાશ દરેકર સાથે રાયગઢ પ્રતિષ્ઠાનના નેજા હેઠળ બોરીવલીમાં ઉદ્યોગપતિ પીનાકીન શાહના સહયોગથી જીગ્નેશ ભૂતાના સહયોગથી અને વિશેષ અભિનયની દુનિયામાં પોતાના ઓજસ પાથર્યા પછી સંચાલનની દુનિયામાં એક નવી શરુઆત કરનાર મનીષા વોરાના સંગાથે
ભવ્ય રંગ-રાસ ૨૦૨૨માં પોતાના સુરો રેલાવશે.
આ વખતે ગરબા રમવાના શોખીનો માટે પ્રવેશ નિઃશુલ્ક છે એની માહિતી આપતા ભવન પારેખે જણાવ્યું કે કોરોના કાળ પછી લોકો આર્થિક, શારીરિક અને માનસિક રીતે હેરાન છે તો અમને વિચાર આવ્યો કે આટલા વરસથી જે લોકોએ અમને પ્રેમ આપ્યો છે એમના માટે આ વર્ષ ફ્રી એન્ટ્રી રાખીએ. આ બાબતે વિરોધ પક્ષના નેતા ધારાસભ્ય પ્રવીણ દરેકર સાથે ચર્ચા કરતા તેમણે સહર્ષ સ્વીકાર કરતા કહ્યું કે યોગ્ય નિર્ણય છે અને નાગરિકો પ્રત્યે આપણી પણ ફરજ છે. અને આ રંગ-રાસ – નવરાત્રી 2022માં ખૈલેયાઓને નિયમો સાથે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ સંપૂર્ણ આયોજનમાં ઉદ્યોગપતિ પીનાકીન શાહનો અમૂલ્ય સહયોગ મળ્યો છે.
પ્રીતિએ જણાવ્યું કે ખૈલેયાના ચહેરા પર ખુશી અને માતાજીની ભક્તિ કર્યાનો આનંદ જ અમારી આવક છે. જ્યારે પિન્કીએ કહ્યું હરીફાઈ તો એમની વચ્ચે હોય જેમને પૈસાથી પાસ વેચી કમાણી કરવી છે અમે તો સેવભાવે જ આયોજન કર્યું છે. અમને તો હજાર હાથવાળી મા પર શ્રધ્ધા છે કે વિરોધી ગમે તે કરે અમે સફળતા મેળવશું કારણ કે ઉપનગરના નાગરિકો અમારી સાથે છે.