Home Culture બોરીવલીમાં સુર અને તાલનો સમન્વય એટલે પ્રીતિ – પિંકી- (રંગ-રાસ ૨૦૨૨)

બોરીવલીમાં સુર અને તાલનો સમન્વય એટલે પ્રીતિ – પિંકી- (રંગ-રાસ ૨૦૨૨)

1351
0

ઉપનગર બોરીવલીમાં રાયગઢ પ્રતિષ્ઠાન દ્વારા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, આમદાર પ્રવીણ દરેકરના માર્ગદર્શનમાં પ્રીતિ-પિન્કીના સથવારે રંગ-રાસ 2022 ભવ્ય નવરાત્રી

Mumbai : ઉપનગર બોરીવલીમાં રાયગઢ પ્રતિષ્ઠાન દ્વારા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, આમદાર પ્રવીણ દરેકરના માર્ગદર્શનમાં રંગ-રાસ 2022 નવરાત્રીનું ભવ્ય આયોજન પ્રીતિ-પિન્કીના સથવારે કરવામાં આવ્યું છે.
નવલા નોરતામાં મુંબઈના બોરીવલી ઉપનગરમાં હરિફાઈનું વાતાવરણ જામ્યું છે ત્યારે રંગ-રાસ ૨૦૨૨માં પ્રીતિ-પિન્કીએ બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોને પ્રાચીનથી આધુનિક ગરબા રજૂ કરી રાસ-ગરબા રમાડયા છે. જેમાં સાથ પુરાવ્યો સફળ સંચાલક મનીષા વોરાએ સમય અનુસાર માહિતી અને મનોરંજન પૂરું પાડ્યું છે. આમદાર પ્રવીણ દરેકરના માર્ગદર્શનમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે યુવતીઓ અને મહિલાઓએ ગરબા રમવાનો જે આનંદ લીધો છે એ માટે આયોજકો સહિત સર્વોનો આભાર માન્યો હતો. પહેલા દિવસથી રંગ-રાસમાં રમવા આવતા લગભગ ૨૫ લોકોના ગ્રુપના લોકોનું કહેવું છે કે બહુ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા રક્ષકથી લઈને સહુનો વ્યવહાર પણ સારો છે.
પ્રીતિ-પિંકીનું કહેવું છે કે અહીં રમવા આવતા દરેકના ચહેરા પર જે ખુશી જોવા મળે છે એ અમારી સફળતાનું પ્રમાણપત્ર છે. ભવન પારેખે સ્વાભિમાન ભારત સાથે વાત કરતા કહ્યું કે અમારી ટીમ દરેક ક્ષેત્ર માટે ભરપૂર તૈયારી કરી છે અને એ સફળ રહી એ અહીંયા ખૈલેયાની હાજરી પુરવાર કરે છે. પ્રીતિ-પિંકી સાથે ચર્ચા કરી કે એવા ગરબા રજૂ કરવા કે જે ક્યારે પણ ના રમ્યા હોય એ પણ ગરબા રમવા મજબુર બની જાય.
પ્રીતિ-પિંકી, ભવન પારેખ અને મનીષા વોરાએ રંગ-રાસમાં રમવા આવતા દરેકનો આભાર માનતા કહ્યું હતું કે આવનારા વર્ષોમાં પણ આપનો પ્રેમ આ પ્રમાણે મળતો રહે અને હજુ ભવ્ય નવરાત્રીનું આયોજન આપના સાથ સહકારથી કરશું.