ક્રાઇમ બ્રાન્ચ-૧૨એ મુંબઈમાં બેસ્ટની બસોમાં પાકીટ અને મોબાઇલ ચોરી કરતી ગેંગને ઝડપી લીધી
મુંબઈ :: બેસ્ટની બસમાં અવારનવાર પાકીટ કે મોબાઇલ ચોરી થવાની ઘટનાઓ બને છે. હાલમાં બોરીવલી પૂર્વમાં સંજય ગાંધી નૅશનલ પાર્ક પાસે આવી જ કોઈ ઘટનાને અંજામ આપવા એક ગેંગ આવવાની માહિતી દહીંસર ક્રાઇમ બ્રાન્ચને હતી આ ગેંગને ઝડપી લેવા એક ટીમ સ્થળ પર પહોંચી હતી ત્યાં પોલીસની હલચલ જોતા જ આરોપીઓ ત્યાંથી ભાગવા લાગ્યા ત્યારે બાહોશ અધિકારીઓએ તેમનો પીછો કરી પકડી તેમની ઝડતી લેવાતા બે ફોલ્ડિંગ કટર, ચાર મોબાઈલ અને ચાર \’ચલો કાર્ડ મુંબઇ\’ પ્રવાસી પાસ મળી આવ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ કરતા ઝડપાયેલા પાંચ આરોપી પર સાકીનાકા, માનખુર્દ, જે.જે. માર્ગ, ડી.એન.નગર, બોરીવલી સહિત અનેક પોલીસ સ્ટેશનમાં ચોરી, ઘરફોડી, હત્યાનો પ્રયાસ જેવા ૪૦ ગુન્હા નોંધાયેલા છે.
આ કાર્યવાહી પ્રભારી પોલીસ નિરીક્ષક વિલાસ ભોંસલેના માર્ગદર્શનમાં પો.ની. મહેશ તોગરવાડ, દિલીપ તેજનકરના નેતૃત્વમાં સપોની. વિજય રાસકર, પ્રકાશ સાવંત, ઉલ્હાસ ખોલમ, પોઉની. ખાનવીલકર, ચવ્હાણ, સપોઉની. મુરલીધર કારંડે, પોહ. બાગવે, લિમહાન, સાવંત, રાણે, ખાન, સંતોષ બને, ચવ્હાન, અમોલ રાણે, બીચકર, પોના. સોનાવણે, ગોરુલે પોશિ. શિરશાટ, ગોમે, ધોત્રે, જાધવ, પોહચા. સાવંત અને મોરેએ સફળતાપૂર્વક પાર પાડી હતી