મુંબઈમાં 144ની કલમ લગાડવાની અફવા : જો.પો.કમિશનર વિશ્વાસ નાગરે પાટીલ

\"\"મુંબઈમાં 144ની કલમ લગાડવાની અફવા જોઈન્ટ :પોલીસ કમિશનરે કરી સ્પષ્ટતા

મુંબઇ : થોડા દિવસથી મુંબઈઃ શહેરમાં 144ની કલમ લગાવ્યાના સમાચાર આવી રહ્યા હતા. હાલ લગ્ન પ્રસંગની મોસમ ચાલી રહી છે આ અફવાને કારણે મુંબઇગરા મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાંગરે પાટિલે ટ્વિટર સહિતના માધ્યમથી વીડિયો ટ્વીટ કરીને આ વિશે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે મુંબઈમાં CRPC ધારા 144 લગાવવાના આદેશ જમાવબંદી માટેના સમાચાર ખોટા છે. મુંબઈમાં જે લોકો ગેરકાયદેસર રીતે મોરચો કાઢવા માગે છે, જે લોકો કાયદા-વ્યવસ્થાને ડિસ્ટર્બ કરવા માગે છે, તેમની સામે કલમ 37-1(3) અંતર્ગત આ પ્રકારનો આદેશ દર 15 દિવસે જાહેર કરવામાં આવે છે. આ આદેશને કોઈ પારિવારિક કાર્યક્રમ, મનોરંજન પ્રોગ્રામ, સ્કૂલ-કોલેજ, વગેરેની કામગીરી સાથે કોઈ લેવાદેવા નથી. તેથી મુંબઈના નાગરિકો આદેશને લઈને ચિંતા ના કરે. અફવાઓ ન ફેલાવે. દરરોજનું સામાન્ય જીવન ચાલુ રાખો.
આ ઉપરાંત તેમણે મીડિયાને પણ કહ્યુ હતુ કે, જે આદેશ દર ૧૫ દિવસે જાહેર કરવામાં આવતો હોય તેને સમાચાર તરીકે ના લેવો જોઈએ. નાગરિકોને પૂરતી માહિતીના મળતા તેઓ મુંઝવણમાં મુકાય છે