રાજકોટ આત્મીય યુનિવર્સિટી ખાતે ૧૬ ડિસેમ્બર 2022નાં રોજ વિજય દિવસ ની ધામધૂમથી ઉજવણી
રાજકોટ : 16 ડિસેમ્બરે 1971ના દિવસે પાકિસ્તાન સેના દ્વારા ભારતીય સેના અને મુક્તિ વાહિની સમ્મુખ 93000 સૈનિકોએ આત્મ સમર્પણ કર્યું હતું કદાચ આ વિશ્વના મોટા મા મોટું સૈન્ય આત્મ સમર્પણ છે. 1971ના ભારત-પાકિસ્તાન યુધ્ધ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ઓખા બેસ પર થી મિશન ટ્રાયડન્ટ અને પાયથન અન્તર્ગત પાકિસ્તાન નેવીના ત્રણ યુધ્ધ પોત અને ઓયલ ફિલ્ડ નાશ કરવામાં આવ્યા હતાં, કરાચી શહેર 15 દિવસ સુધી ભડકે બળ્યું હતું. વિજય દિવસની ઉજવણીનો કાર્યક્રમ આત્મીય યુનિવર્સિટી કાલાવડ રોડ ખાતે યોજવામાં આવ્યો હતો,આ કાર્યક્રમમાં નિવૃત્ત પેટ્ટી ઓફિસર મનન ભટ્ટ પ્રેરણાત્મક ઉદ્બોધન દ્વારા યુદ્ધના પ્રસંગોને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા, આત્મીય યુનિવર્સિટીના ડિપ્યુટી રજિસ્ટરાર આશીષ કોઠારી અને ડૉ વિજયેશ્વર મોહન પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. એન સી સી ના કેડેટ્સ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.