પ્રેમિકાની હત્યા કરનાર આરોપી અને તેના સાથીદારની પનવેલ ક્રાઈમ બ્રાન્ચ ૦૨એ કરી ધરપકડ.
મુંબઇ : થોડા દિવસ પહેલા માથેરાનની બાજુમાં આવેલ ધામેલી ગામ પાસે એક પુલ નીચે નદીમાંથી એક યુવતીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. પનવેલ તાલુકા પોલીસે ગુ.ક્ર. ૨૮૨/૨૦૨૨ ભા.દ.સ. કલમ ૩૦૨ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
ગુન્હાની ગંભીરતા જોતા ક્રાઈમ બ્રાન્ચ ૦૨ પનવેલની ટીમે ઘટના સ્થળની મુલાકાત કરી પરંતુ નિર્જન સ્થાન હોવાથી કોઈ કડી મળી નહીં. એ જ સમયે મૃતક મહિલાના શરીર પર રહેલી વસ્તુઓનું બારીકાઈથી નિરીક્ષણ કરતા તેના ચપ્પલ એક વિશેષ બ્રાન્ડના હોવાનું જોવા મળ્યું જેના આધારે ચપ્પલ ખરીદવામાં આવ્યા હતા તે દુકાનનું એડ્રેસ શોધી ત્યાં આજુબાજુમાં રહેલ સીસીટીવીના ફૂટેજ જોતા તેમાં મૃતક યુવતી અને તેની સાથે એક વ્યક્તિ જોવા મળી હતી જેના આધારે બાતમીદારોની મદદથી આ યુવક ઘણસોલી વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું અને ક્રાઈમ બ્રાન્ચે ત્યાં જાળ બિછાવી રિયાઝ સમદ ખાનને ઝડપી લીધો હતો. તેની આકરી પૂછપરછ કરવામાં આવતા તેને કહ્યું કે મૃતક યુવતી તેની પ્રેમિકા ઉર્વર્શી સત્યનારાયણ વૈષ્ણવ ઉં ૨૮ રહે. કોપરખેરણે છે. તે લગ્ન કરવા માટે બહુ દબાણ કરતી હોવાથી કંટાળીને સાથીદાર ઇમરણ ઇસ્માઇલ શેખની મદદથી જીપમાં ઉર્વશીની ગળું હત્યા કરીને લાશને ધામણી ગામ પાસે આવેલા પુલ પરથી નદીમાં ફેંકી દીધી હતી.
આ કાર્યવાહી પનવેલ ક્રાઈમ બ્રાન્ચ ૦૨ના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક રવિન્દ્ર પાટિલના નેતૃત્વમાં સહાયક પો ની. પ્રવીણ ફડતરે, સંદીપ ગાયકવાડ, પો.ઉપ ની વૈભવ રોંગે, માનસિંગ પાટીલ, સુદામ પાટીલ, પો.હ. પ્રશાંત કાટકર, દિપક ડોંગરે, રણજિત પાટીલ, સચિન પાટીલ, અનિલ પાટીલ, મધુકર ગડગે, તુકારામ સૂર્યવંશી, અજિત પાટીલ, જગદીશ તાંડેલ, જ્ઞાનેશ્વર વાઘ, ઇન્દ્રજીત કાનું, રૂપેશ પાટીલ, નિલેશ પાટીલ, રાહુલ પવાર, સાગર રસાળ, પો ના. અવિનાશ ફૂંદે, પ્રફુલ મોરે, નંદકુમાર ઢગે, અભય મેન્યા, પો.શી. સંતય પાટીલ અબે વિક્રાંત માળીએ સફળતાપૂર્વક પાર પાડી હતી,