નડિયાદની યુવતી વિધિ જાદવ બલિદાની સૈનિકના પરિવાર માટે કરે છે પ્રેરણાદાયી કાર્ય

શહીદ પરિવારોને આર્થિક મદદ સાથે પરિવાર જેવું સાંત્વન આપતી નડિયાદની યુવતી વિધિ જાદવ…અન્ય દેશ ભક્ત ભાઈ બહેનો એ પણ બોધ પાઠ કરવા જેવો છે ..જય હિન્દ (વીર નિલેશ સોનીના મોટાભાઈ) જગદીશ સોની

\"\"ગુજરાત : આણંદની કોલેજમાં પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી નડિયાદની રહેવાસી ૨૦ વર્ષીય વિધિ જાદવ એક અનોખો સેવાયજ્ઞ કરે છે. યુવાપેઢીને જાણીતી બ્રાન્ડના કપડાં, પરફ્યુમ કે મોબાઇલ વાપરવાના અને અલગ અલગ સ્થળોએ ફરવાના શોખ હોય છે. વિધિ જાદવ જેને એક અનોખી સેવા જેમાં દેશની રક્ષામાં વીરગતિ પ્રાપ્ત કરનાર ભારતીય સૈનિકોમાં જેમના ઘરની પરિસ્થિતિ નબળી હોય તેમને આર્થિક મદદ કરવાથી આત્મસંતોષ થાય છે વિધિનું કહેવું છે કે જેમણે આપણી માટે પોતાનો જીવ ગુમાવ્યો એમના પરિવારને આર્થિક સહાય સાથે લાગણીને હુંફ આપવી કે તેઓ એકલા નથી સમગ્ર દેશ એમના દુઃખમાં સહભાગી છે અને પરિવારની સાથે અડીખમ ઊભા છીએ. આજ સુધીમાં વિધિએ લગભગ ૧૫૩થી વધુ એવા પરિવારની મુલાકાત અથવા કોઈ પ્રકારે ૫,૦૦૦ ₹ ની આર્થિક મદદ નિસ્વાર્થ ભાવે કરી છે.
કોલેજમાં ભણતી યુવતી વિધિ પરિવાર કંઈ શ્રીમંત નથી પરંતુ મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં કહી શકાય એવો છે. ઘણીવાર કોઈ દાતા ના મળે તો આ પરિવાર પોતે આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃતિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી કરતો.
જો વીરગતિ પામેલ સૈનિકોના પરિવારને પોતાની ફરજ સમજીને મદદ કરે તો દેશના દરેક નાગરિકોની પણ આ ફરજ છે. એક યુવક જ્યારે સેનામાં જોડાય છે ત્યારે પોતાના પરિવારને છોડીને સંપૂર્ણ દેશને પોતાનો પરિવાર સમજે છે અને સરહદ પર જઈને તેમની રક્ષા કરે છે. વિધિ જાધવના પિતાએ સ્વાભિમાન ભારત સાથે વાત કરતા કહ્યું હતું કે વિધિ જ્યારે ૬ વર્ષની હતી ત્યારે અમારા ગામના અને ભારતીય સેનામાં ફરજ બજાવતા સૈનિક વીરગતિ પામ્યા હતા. ત્યારે મે વિધિને કહ્યું હતું કે જે વીરગતિ પામ્યા તેમને પણ તારી ઉંમરની દીકરી છે. હવે એના પિતા ક્યારેય નહિ આવે. કેમ કે તેઓએ દેશ અને નાગરિકોના રક્ષણમાં જીવ આપ્યો છે. થોડી મોટી થઈ વિધિ પછી પણ તેના હદયમાએ વાત અંકિત થયેલી અને તેને નક્કી કર્યું કે વીરગતિ પામેલ જવાનના પરિવારને મદદ કરવી સહુ પ્રથમ તે એક પરિવારને ૧૦૦૦₹ની મદદ કરવા પહોંચી પણ તે પરિવારની પરિસ્થિતી જોઈએ તેને થયું કે ૧૦૦૦₹ શું થવાનું અને તેની સાથે તેના મામા હતા તેમની પાસેથી પૈસા લઈ ૫૦૦૦₹ની સહાય કરી અને ત્યારથી જ્યારે તેને જાણ થાય કે દેશના કોઈપણ રાજ્ય કે ગામડામાં સૈનિક વીરગતી પામ્યા છે ત્યારે તે તેમના પરિવારને સહાય પહોચાડે છે. વિધિએ સિક્કિમખાતે દુર્ઘટનામાં વીરગતિ પામેલા જવાનોના પરિવારોને આશ્વાસન પત્ર તેમજ નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારોને રૂા.૫૦૦૦ ₹ની એક નાનકડી સહાય મોકલી હતી. વિધિ આવનારા સમયમાં સૈનિક પરિવારો પૈકી જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય તે પરિવારના સંતાનોના શિક્ષણ અને ખાસ કરીને તેઓની દિકરીઓના લગ્નમાં આર્થિક મદદ કરવાની ઈચ્છા ધરાવે છે.
આવો આપણે સહુ વિધિ દ્વારા શરૂ કરવામાં આવેલ સેવાયજ્ઞમાં ભાગ લઈને દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનાર જવાનોના પરિવાર અને દેશ પ્રત્યેની આપણી ફરજ પૂરી કરીએ.
સંપર્ક :રાજેન્દ્ર જાદવ મો.નં.9925759506

\"\"
જા×ખ