થાણે રેલ્વે પોલીસે બે નકલી પોલીસની પાંચ કલાકમાં કરી ધરપકડ

અસલી પોલીસે નકલી પોલીસની પાંચ કલાકમાં કરી ધરપકડ
થાણે રેલ્વે સ્થાનક પર એક વ્યક્તિનો કીમતી સમાન ચોરી કરનાર બે આરોપીની થાણે રેલવે પોલીસે કરી ધરપકડ. પાંચ લોકોના ચોરી થયેલા મોબાઇલ અને સામાનનો ભેદ ઉકેલવામાં સફળતા


થાણે : રેલવે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે આ આરોપીઓ કીમતી વસ્તુ, મોબાઇલ ચોરી કરતા અને નકલી પોલીસ બનીને લોકોને ડરાવી તેમનો સામાન લઈને ભાગી જતાં હતાં. એક વ્યક્તિ પ્લેટફોર્મ પર સૂતો હતો ત્યારે તેનો મોબાઇલ ચોરી કર્યો હતો બાદમાં તેને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી તેની સોનાની ચેન, અને અંગૂઠી લઈને ભાગી છૂટયા હતા. આ ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરતા સ. પો.ની. હરીશ પોળે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી જેમાં સીસીટીવીની મદદથી આરોપીઓની ઓળખ કરી ફક્ત પાંચ કલાકમાં ઉસ્માન સલીમ શેખ રહે. કૌસા, મુંબ્રા અને યાસીન ચૌધરી રહે. મુંબ્રાની ધરપકડ કરી ૪ મોબાઈલ, પંદર ગ્રામની સોનાની ચેઇન અને છ ગ્રામની અંગૂઠી કુલ કિંમત ૧,૨૨,૮૬૬ પૂરો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આરોપી ઉસ્માન પર અલગ અલગ પોલીસ મથકમાં ૧૦ જેટલા અને યાસીન ચૌધરી પર ૬ જેટલા ગુન્હા નોંધાયેલા છે.
આ કાર્યવાહી થાણે રેલવે પોલીસના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પી. વી. કાંદે, સ.પો.ની. હરીશ પોળના માર્ગદર્શનમાં ગુન્હા શોધક પથકના સ.પો.ફો. પરબ, પો. શિ. પાટીલ, રાવતે, નીકાલજે, ચવ્હાણ અને સોનતાટેએ સફળાપૂર્વક પાર પાડી હતી