બેંક ઑફ બરોડા દ્વારા 'બેંક ઑફ બરોડા રાષ્ટ્રીય ભાષા સન્માન'ની શરૂઆત

બેંક ઑફ બરોડા દ્વારા \’બેંક ઑફ બરોડા રાષ્ટ્રીય ભાષા સન્માન\’ની શરૂઆત

રાજકોટ : બેંક ઑફ બરોડા દ્વારા \’બેંક ઑફ બરોડા રાષ્ટ્રીય ભાષા સન્માન\’ ની શરૂઆત. આ સમ્માનથી ભારતીય ભાષાઓમાં સાહિત્યિક કૃતિઓને વિશેષ સન્માન મળશેઆ સન્માન મૂળ લેખકની સાથે તેના અનુવાદકને પણ આપવામા આવશે ભારતના જાહેર બેંકોમાં અગ્રણી બેંક ઑફ બરોડા(બેંક) દ્વારા \’ બેંક ઑફ બરોડા રાષ્ટ્રીય ભાષા સન્માન\’ નામથી એક સમ્માનની સ્થાપનાની શરૂઆત કરવામા આવી. બેંક દ્વારા આ સમ્માનની શરૂઆત ભારતીય ભાષાઓમાં સાહિત્યિક લેખન કાર્યને પ્રોત્સાહિત કરવા માટે કરવામા આવી છે. બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંજીવ ચઢ્ઢા દ્વારા આજે જયપુરમાં યોજાયેલ જયપુર લિટરેચર ફેસ્ટિવલના એક ખાસ સત્રમાં આ સમ્માનની શરૂઆતની જાહેરાત કરવામા આવી. આ અવસર પર બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અજય કે. ખુરાના પણ હાજર રહ્યા હતા.ભારત જેવા બહુભાષી દેશમાં બધી ભારતીય ભાષાઓનો ઉપયોગ મહત્વપૂર્ણ છે કારણ કે તે રાષ્ટ્રની વિવિધતામાં યોગદાન આપીને સમૃદ્ધ વારસાનું નિર્માણ કરવામા સહાય કરે છે. દેશની તમામ ભાષાઓ તેમના સાહિત્ય દ્વારા રાષ્ટ્ર નિર્માણમા અને રાષ્ટ્રના સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આને ધ્યાનમાં રાખીને, આ \’બેંક ઓફ બરોડા રાષ્ટ્રભાષા સન્માન\’નો ઉદ્દેશ્ય ભારતીય ભાષાઓમાં સંવાદિતાને પ્રોત્સાહન આપવા અને સામાન્ય લોકો માટે હિન્દીમાં શ્રેષ્ઠ ભારતીય સાહિત્ય ઉપલબ્ધ કરાવવાનો છે. આ સન્માન ભારતમાં સાહિત્યિક અનુવાદના કાર્યને પણ પ્રોત્સાહન આપશે.આ પુરસ્કાર પ્રાદેશિક ભાષાઓમાં લખાયેલી પસંદગીની નવલકથાના મૂળ લેખક અને તેના અનુવાદક બંનેને આપવામાં આવશે. આ અંતર્ગત દર વર્ષે પુરસ્કૃત નવલકથાના મૂળ લેખકને રૂ. 21 લાખ અને તે કામના અનુવાદકને રૂ. 15 લાખ અને અન્ય પાંચ પસંદ કરેલી કૃતિઓ માટે દરેક મૂળ લેખકને રૂ. 3 લાખ અને અનુવાદકને રૂ. 2 લાખની રકમ ઈનામ તરીકે આપવામાં આવશે. પુરસ્કારની જાહેરાત કરતા બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે આ પહેલને ભારતીય ભાષાઓમાં મૂળ સાહિત્ય અને તેમના હિન્દીમાં અનુવાદ કાર્યને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે“બેંકની આ પહેલ માત્ર હિન્દી ભાષામાં ભારતીય સાહિત્યના અનુવાદના કાર્યને પ્રોત્સાહિત કરશે અને સાથે તે અન્ય ભારતીય ભાષાઓમાં ગુણવત્તાયુક્ત લેખનને પણ પ્રોત્સાહિત કરશે અને ભારતીય ભાષાઓમાં ગુણવત્તાયુક્ત લેખનને પ્રોત્સાહિત કરશે. આ પુરસ્કાર સાહિત્યિક અનુવાદ કાર્યને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ અસરકારક સાબિત થશે.કાર્યક્રમમાં ઉપસ્થિત બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અજય કે. ખુરાનાએ કહ્યું કે, “બેંક માટે આ એક ઐતિહાસિક પગલું છે. આ સન્માનની શરૂઆત કરીને અમે ભારતીય ભાષા, સાહિત્ય અને અનુવાદના ત્રણ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાના છીએ. \’ આ અવસર પર બુકર પુરસ્કારથી સન્માનિત જાણીતા સાહિત્યકાર સુશ્રી ગીતાંજલી સહિત દેશ-વિદેશના સાહિત્યપ્રેમીઓ, ભાષાશાસ્ત્રીઓ અને અન્ય બૌદ્ધિકો ઉપસ્થિત રહ્યા હતા.

વિશેષ માહિતી મનન ભટ્ટ – રાજકોટ