Home Local બજેટ હીરા બજાર માટે કેટલું અસરકારક ? શું કહેવું છે હીરા વ્યાપારીઓનું

બજેટ હીરા બજાર માટે કેટલું અસરકારક ? શું કહેવું છે હીરા વ્યાપારીઓનું

1072
0

બજેટ હીરા બજાર માટે કેટલું અસરકારક રહેશે ? શું કહે છે હીરાના વેપારીઓ

હાર્દિક હુંડીયા : હીરા વિશેષજ્ઞ અને હીરા માણેક જુથનાં તંત્રી -: વર્ષ ૨૦૨૩-૨૦૨૪નાં રજુ થયેલ બજેટ વિશે તેમના વિચારો જણાવતા કહ્યું કે આ બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા લેબગ્રોન હીરા વ્યાપારમાં ડાયમંડમાં ખૂબ રાહત આપી છે. જેનાથી ભારતનાં હીરા વ્યાપારને વધુ સારો બિઝનેસ મળશે. લેબગ્રોન ડાયમંડ નાના લોકો માટે વધુ આવકાર્ય છે જે લોકો હીરા પહેરવાનું સપનું જોતા હતા તેઓ સરળતાથી હીરા પહેરી શકશે. ખૂબ દુ: ખની વાત એ છે કે એક સમયે ભારત ડાયમંડ બુર્શે આના ઉપર પ્રતિબંધ લગાડ્યો હતો. આજે તે જ ભારત ડાયમંડ બુર્શમાં અરબો ખરબોનો લેબગ્રોન ડાયમંડનો વ્યાપાર થતો જોવા મળશે. હા તે વાત મહત્વની છે કે જે વ્યક્તિ સાચા હીરા પહેરે છે તે તો સાચા જ પહેરશે પરંતુ જેને હીરા શોખ ખાતર પહેરવા છે તે લેબગ્રોન ડાયમંડનાં હીરા પહેરીને શોખ પુરો કરી શકશે.

કૌશિક મહેતા : ધ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં ભૂતપૂર્વ પ્રમુખ -: વર્ષ ૨૦૨૩-૨૦૨૪નાં બજેટમાં ભારત સરકારનાં વિતમંત્રી દ્વારા રજૂ કરાયેલ બજેટમાં લેબગ્રોન ડાયમંડમાં રાહત મળવાની હીરા બજારમાં તેનાં નફા નુકશાન વિશે જણાવતાં કહ્યું કે હીરા બજારને આનાથી નુકશાન થવાનો સવાલ જ ઉભો થતો નથી કારણ કે નેચરલ ડાયમંડની વર્તમાન માં ઘણી જ અછત છે કારણ કે રશિયાથી માલ આવી નથી રહ્યો. અમુક જાડી સાઈઝનો માલ ડાયવર્ટ થઈ રહ્યો છે. અને રશિયાનો માલ તો લગભગ છ કે સાત મહિનાથી આવ્યો જ નથી બહુ જ પ્રેકટીકલી આવ્યો હોયતો થોડો જ આવ્યો છે અને આ શોર્ટકર્ટને કારણે રફનાં ભાવોમાં પણ તફાવત આવી રહ્યો છે જેને કારણે પ્રોડક્શન પણ ૨૦ થી ૨૫ % ઓછો છે. કારણ કે રફ ઓછી છે લોકોને પ્રોફીટ પણ નથી અને તેને કારણે આ વ્યાપાર સાથે જોડાયેલા દરેક વર્કરનાં કામ ઉપર તેની અસર થઈ રહી છે. આપણે ત્યાં લેબગ્રોનનું કામ વધશે તો લોકો ને રોજગાર મળશે. લેબગ્રોન હીરા અને નેચરલ હીરાનો વેપાર ચાલતો રહેશે જેને નેચરલ પહેરવા હોય તે નેચરલ પહેરે અને જેને લેબગ્રોન પહેરવા હોય તે લેબગ્રોન પહેરે. આ રાહતનાં પગલે પ્રોડક્શન કોસ્ટ ઘટવાથી તેના વ્યાપારને પ્રોત્સાહન મળશે.અને તેનો બીજોે ફાયદો એ થશે કે આ લેબગ્રોન ડાયમંડનાં પ્રોડક્શનમાં એક થી દોઢ લાખ બેરોજગાર થયેલા લોકોને કામ મળશે અને ભવિષ્યમાં આ લેબગ્રોન ડાયમંડ તરફ લોકો વધુ આકર્ષિત થશે.મીડલ કલાસ લોકો પહેરતા થશે તો ડીમાન્ડ વધવાથી લોકોને રોજગાર મળશે. રોજગાર માટે આ લેબગ્રોન ડાયમંડ ખુબ સારો છે.

કુમાર મહેતા : ભારતીય હીરા ઉદ્યોગની પ્રતિષ્ઠિત પેઢી શેરૂ જેમ્સનાં કર્તા હર્તા -: ભારત સરકારનાં વર્ષ ૨૦૨૩ – ૨૪નાં બજેટમાં લેબગ્રોન હીરા માટેની રાહત આપવાથી ભારતીય હીરા ઉદ્યોગ માટે આ કેટલું આવકાર્ય છે તે વિશે તેમના વિચારો જણાવતા તેઓ એ કહ્યું કે લેબગ્રોન ડાયમંડ ઉપર એવી કોઈ રાહત નથી આપી પાંચ ટકા થી ઝીરો થઇ છે. હીરા બજારનાં ફાયદા નુકસાન કરતા લેબગ્રોન ઈન્ડસ્ટ્રી ને ફાયદો થશે.સાચા હીરાનાં વ્યાપારને આ લેબગ્રોન ડાયમંડથી કોઈ ફાયદો નુકશાન નહીં થાય કારણ કે લેબગ્રોન હીરાનો ભાવ માનો ૨ રૂપિયા છે તો નેચરલ હીરો ૭૦ રૂપિયા તેથી નેચરલ હીરાનાં ધંધામાં કોઈ ફરક પડશે નહીં.

ભરત શાહ : ધ મેન ઓફ ધ મિલીનિયર અને જાણીતા ફિલ્મ ફાયનાન્સર, ભારતીય હીરા ઉદ્યોગની ૧૦૦ વર્ષથી પણ જુની સંસ્થા ધ મુંબઈ ડાયમંડ મરચંન્ટ એશોશિયેશનનાં પ્રમુખ -: લેબગ્રોન ડાયમંડને આજના બજેટમાં મળેલી રાહત વિશે જણાવતાં કહ્યું કે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ વધશે. કારણ કે આ હીરા દાગીનામાં ફીટ થયા બાદ લાગતું નથી કે લેબગ્રોન હીરા છે. સાચા હીરાના વ્યાપારને ફરક નહીં પડે.આ લેબગ્રોનનો વ્યાપાર વધવા થી જે લોકો રીયલ ડાયમંડમાં ધંધો મંદો હોય તો જે બેરોજગાર છે તેઓને ફરીથી રોજગાર મળશે. લોકોને પોતાના બજેટમાં હીરા લેવા હોય તો તેઓ લેબગ્રોન હીરા ખરીદશે. જેમ કપડાંમાં ક્વોલિટી હોય છે તેવી રીતે હીરામાં પણ આ ક્વોલિટી ગણાય. આ મેઈન મેડ ડાયમંડ છે આની ક્વોલિટી અને સેંટીગ જોતા રીયલ અને આ મેઈન મેડમાં વધારે ફરક દેખાતો નથી.

કિર્તી ભાઈ શાહ : હીરા વ્યાપારી-સુરત -: ભારતીય બજેટમાં આજે લેબગ્રોન મેઈન મેડ હીરા ઉપર રાહત આપતા આ બજેટ વિશે તેમના વિચારો જણાવતા કહ્યું કે લેબગ્રોન ડાયમંડ ઉપર સરકાર દ્વારા આપવામાં આવેલી રાહત અને સબસિડી આપવાથી ઘણી મોટી રાહત થવાની છે. પરંતુ સાથે સાથે સરકારે નેચરલ ડાયમંડ ઉપર પણ સહકાર આપવાની જરૂર છે. નાના વેપારીઓની મુડી આ દોઢ ટકા જીએસટીમાં બ્લોક થઇ જાય છે. જે ઘટી ને ૨૫ પૈસા કરવાની જરૂર છે.

ધર્મેશ ઝવેરી : Lab grown ડાયમંડ એક નવી ટેકનોલોજી છે જેને ભારત સરકારે પણ આવકાર આપ્યો છે અને પ્રોત્સાહન આપે છે. આજે વિશ્વમાં ધીરે ધીરે lab grown ડાયમંડનું ચલણ વધી રહ્યું છે. Lab grown ડાયમંડ કોઈ ખરાબ વસ્તુ નથી કે કોઈ બનાવટ નથી. ખૂબ જ ઓછા ભાવે ગ્રાહકોને પ્યોર હીરો પહેરવા મળતો હોય તો એમાં વાંધો શું છે ? જેમ વિશ્વમાં દરેક ફિલ્ડમાં અધતન ટેકનોલોજીનો ઉપયોગ અને આવકાર થાય છે તેમ હીરા બજારમાં પણ થયો છે અને એક ખુશીની વાત છે