ક્રાઇમ બ્રાન્ચ-૧૧નો બોગસ કોલ સેન્ટર પર દરોડો. બે આરોપીઓની ધરપકડ
મુંબઈ : હાલમાં સમયમાં બોગસ કોલ સેન્ટર ચાલુ કરી લોકો સાથે છેતરપીંડીના અનેક બનાવો બની રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ – ૧૧ના અધિકારીઓને ગાળા નં ૪૪, એવરશાઈન મોલ, ચિંચોલી બંદર, મલાડમાં બોગસ કોલ સેન્ટર ચાલતું હોવાની માહિતી મળી હતી. અધિકારીઓએ દર્શાવેલ સ્થળ પર દરોડો પાડતા ત્યાંથી શુભમ ઓમપ્રકાશ યાદવ, ઉં -૩૧, રહે. મલાડ માલવની, સનોહર મોહન સાહની ઉં – ૨૫, રહે. માલવની મલાડ, ની ધરપકડ કરી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ આરોપીઓ પ્લેટીનમ ટ્રેડ્ઝ નામથી કંપની શરૂ કરી વેબાઈટ www.platinumtradez.com ના માધ્યમથી રોકાણકારોને લાલચ આપતા કે ફોરેક્સમાં આર્થિક ફાયદો વધુ છે. અનેક લોકોએ આરોપીઓને બેંક દ્વારા પૈસા આપ્યા એ પૈસા દુબઇની એક ફોરેક્સ એજન્ટ કંપની www.zanfxm.com માં મોકલ્યા હોવાનું અને સાથે ઓનલાઇન એકાઉન્ટ ચાલુ કર્યું એવું દેખાડતા. શરૂઆતમાં રોકાણકારોને આર્થિક ફાયદો મળતો બાદમાં નુકશાની દેખાડવામાં આવતી. રોકાણકારોના પૈસા તેમણે કોઈ કંપનીમાં રોકાણ નહોતા કર્યા. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી એક લેપટોપ, ચાર મોબાઇલ, ૩ પાસબુક, ૧ રાઉટર અને ૩ સ્વાઇપ મશીન જપ્ત કર્યા હતા.આ કાર્યવાહી પો. સહ. આયુક્ત. (ગુન્હા) લખમી ગૌતમ, અપર. પો. આયુકત. જ્ઞાનેશ્વર ચવ્હાણ, પો.ઉપ.આયુક્ત, કૃષ્ણકાંત ઉપાધ્યાય, સ.પો. આયુક્ત. કાશીનાથ ચવ્હાણ, પ્રભારી પો. નિરીક્ષક વિનાયક ચવ્હાણના માર્ગદર્શનમાં પો.ની. ગવસ, ધોણે, પો. ઉ.ની.અજિત કાનગુડે, સ. ફો. કાંબલે, પો. હ. સાવંત, મ.પો. હ. સાવંત, પો.શી. દેશમુખ, મ. પો. શી. ગોસાવી, પો. હ.ચા. પ્રશાંત ઢગેએ સફળાપૂર્વક પાર પાડી હતી.