કાંદિવલી ક્રાઈમ બ્રાન્ચે પ્રતિબંધિત ગુટકાના જથ્થા સાથે બે આરોપીની કરી ધરપકડ
મુંબઈ : મહારાષ્ટ્રમાં ગુટકા પર પ્રતિબંધ છે. પોલીસ વિભાગ ગેરકાયદેસર ગુટકા લાવનાર પર કડક કાર્યવાહી કરે છે. કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચ ૧૧ના અધિકારીઓને માહિતી મળી હતી કે ગાંધી નગર, કુરાર ગાંવમાં પ્રતિબંધિત ગુટકાનો જથ્થો ટેમ્પોમાં આવવાનો છે એવી માહિતી મળતા તે વિસ્તારમાં જાળ બિછાવી એક શંકાસ્પદ ટેમ્પોને ઊભો રાખી તપાસ કરતાં તેમાંથી લગભગ 4,99,200ની કિંમતના ગુટકાનો જથ્થો મળી આવ્યો હતો ટેમ્પામાં રહેલ બે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેમણે કબૂલ કર્યું હતું કે આ પ્રતિબંધિત ગુટકા વાહનો દ્વારા દહિસર જકાત નાકાથી અંદર લાવવામાં આવતા હતા. પોલીસે 6,24,000ના ગુટકા, 6,00,00નો ટેમ્પો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.બંને આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવતા કોર્ટે પોલીસ રિમાન્ડમાં મોકલી આપ્યા છે.આ કાર્યવાહી પો. સહ. આયુક્ત. (ગુન્હા) લખમી ગૌતમ, અપર. પો. આયુકત. જ્ઞાનેશ્વર ચવ્હાણ, પો.ઉપ.આયુક્ત, કૃષ્ણકાંત ઉપાધ્યાય, સ.પો. આયુક્ત. કાશીનાથ ચવ્હાણ, પ્રભારી પો. નિરીક્ષક વિનાયક ચવ્હાણના માર્ગદર્શનમાં પો.ની.પાટીલ, સપોની અભિજિત જાધવ, પો.હ જયેશ કેણી, વિક્રાંત ખેડેકર, સચિન ખતાતે, પો.હ ચા ઉપેન્દ્ર મોરેએ સફળતાપૂ્વક પાર પાડી હતી.