રાજકોટની ભૈરવી વ્યાસની બહાદુરીથી મોટી જાનહાનિ થતાં રહી ગઈ. બસ ચાલકને હાર્ટ એટેક આવતા વિદ્યાર્થિનીએ સંભાળ્યું સ્ટેરીંગ

રાજકોટની ભૈરવી વ્યાસની બહાદુરીથી મોટી જાનહાનિ રહી ગઈ. 17 વર્ષની કિશોરીએ બસ ચાલકને હાર્ટ એટેક આવતા સંભાળ્યું સ્ટેરીંગ

\"\"ગુજરાત : રાજકોટના ગોંડલ રોડ ઉપર બે દિવસ પહેલા ભરાડ સ્કૂલની બસના ચાલકને હાર્ટ એટેક આવ્યો હતો જેથી બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને એક બે વાહનો સાથે બસ અથડાઈ હતી. પરંતુ બહુ મોટી જાનહાનિ થતા રહી ગઈ કે માટે તે સમયે બસમાં રહેલ વિદ્યાર્થિની ભૈરવી વ્યાસની બહાદુરી અને સમયસૂચક્તાને બિરદાવવી પડે જેણે હિંમત દાખવી સ્ટીયરીંગ ફેરવી નાખ્યું અને બસ રસ્તાની બાજુ પર રહેલા વીજપોલ સાથે અથડાઈ હતી. રાજકોટના ગોંડલ રોડ પરથી ભરાડ શાળાની બસ પસાર થઈ રહી હતી તે સમયે ચાલક હારુનને હાર્ટ એટેક આવતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને એક બે વાહનો સાથે અથડાઈ તે સમયે બસમાં રહેલ વિદ્યાર્થિની ભૈરવી વ્યાસને ધ્યાનમાં આવતા તેને પળવારનો પણ વિલંબ કર્યા વિના બસનું સ્ટેરીંગ ફેરવી નાખ્યું અને નજીકમાં રહેલ વીજપોલ સાથે બસ અથડાઈ અને મોટી જાનહાનિ થતા રહી ગઈ. સહુથી મહત્વની વાત એ છે કે 17 વર્ષની ભૈરવીને બસ કેમ ચલાવવી એ પણ ખબર નથી પરંતુ પરિસ્થિતિની ગંભીરતા જોતા તેણે ત્વરિત નિર્ણય લીધો અને મોટી જાનહાનિ ટાળી. આ ઘટના નિહાળનાર લોકોએ જણાવ્યું હતું કે આગળ સિગ્નલ બંધ હોવાથી ઘણા વાહનો ઊભા હતા જો ભૈરવીએ સમયસર હિંમતના બતાવી હોત તો બહુ મોટી જાનહાનિ થવાની શક્યતા હતી.બસ ચાલક હારુનભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા પ્રમાણે તેમની તબિયત સુધારા પર હોવાનું પણ જાણવા મળ્યું છે.

\"\"