જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવી મોંઘી પડી
રાજકોટ : આમ જનતાને તકલીફ ન પડે એટલા માટે પોલીસ દ્વારા જાહેરનામાઓ બહાર પાડવામાં આવતા હોય છે જોકે કેટલાક શખ્સો જાહેરનામાનો ભંગ કરવો તે જ તેમનો શોખ હોય તેમ અવારનવાર જાહેરનામાનો ભંગ કરતા હોય છે ત્યારે રાજકોટના સ્વામિનારાયણ ચોક પાસે રાત્રે કેટલાક નબીરાઓ જાહેરમાં કાર પાર્ક કરી કારના બોનેટ પર કેક રાખી સેલિબ્રેશન કરી રહ્યા હતા આ સમયે કોઈએ પોલીસને જાણ કરી હતી પોલીસની પીસીઆર વાન સ્વામિનારાયણ ચોક પહોંચી કાર્યવાહી કરી હતી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા યુવાનોની સાથે પોલીસને ઘર્ષણ થયું હતું આ અંગે રાજકોટ એસીપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે વિશાલ જોશી નામની વ્યક્તિનો જન્મદિવસ હતો. તેઓ જાહેરમાં નિયમોનો ભંગ કરી ઉજવણી કરી રહ્યા તે વિશેની માહિતી મળતાં પોલીસ ત્યાં પહોંચી નિયમ વિરૂદ્ધ કરવામાં આવી રહેલી ઉજવણી રોકવાનો પ્રયાસ કરતા ત્યાં હાજર લોકોએ પોલીસ સાથે વિવાદ કર્યો હતો તેથી પોલીસ તેમની અટક કરવા લાગ્યા ત્યારે બે મહિલા વચ્ચે પડીને આરોપીને ભાગવામાં મદદ કરી હતી પોલીસે વિશાલ જોશી, નયના જોશી, મિતાલી જોશી, દર્શન નિલેશ ભટ્ટ, કિરીટ ઉર્ફે કિરો પીઠડીયા, વિનય ભટ્ટ, ગોપાલ બોળીયા, પ્રતીક માંલમ સહીત કુલ નવ લોકો સામે ગુનો નોંધ્યો છે. હાલ ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે જ્યારે અન્ય ફરાર આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે. પોલીસે કેટલીક લક્ઝરીયસ કારને પણ કબજામાં લીધી છે.. આરોપી વિશાલ એ અગાઉ પણ 10 જેટલા ગુનામાં સંડોવાયેલો છે. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવવા ઘટના સ્થળ પર લઈ જવાય અને સમગ્ર ઘટનાનું પુનરાવર્તન કરાયું હતું.
જન્મદિવસએ દરેક વ્યક્તિ માટે ખાસ દિવસ હોય છે જેની અલગ અંદાજમાં ઉજવણી પણ કરતા હોય છે આ ઉજવણી દરમિયાન જો નિયમોની ઉલ્લંઘન થાય તો જેલના સળિયા પણ ગણવા પડતા હોય છે રાજકોટમાં બનેલી આ ઘટના તે વાતનું ઉત્તમ ઉદાહરણ છે
અહેવાલ ભરત ભરડવા / રોહિત ભોજાણી રાજકોટ