જૂનાગઢના ભવનાથમાં ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ

હર હર મહાદેવ…જય ગિરનારીના નાદથી ભવનાથ તિર્થક્ષેત્ર ગુંજી ઉઠ્યું

\"\" જૂનાગઢ તા. ૧૫ – બમ બમ ભોલે….હર હર મહાદેવનાં નાદ અને જય ગિરનારીની જયઘોષ સાથે ગીરી તળેટી ગુંજી ઊઠી હતી. ગીરી તળેટીનું તિર્થક્ષેત્ર ભવનાથ મંદિરે સાધુ-સંતો, પદાઅધિકારીઓ અને અધિકારીઓના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ધ્વજારોહણથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.ચાર દિવસીય મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ મંદિર પર ધ્વજા રોહણ વિધિમાં ભવનાથ તીર્થક્ષેત્રના હરિગીરીજી મહારાજ, ઈન્દ્રભારતી બાપુ, મુક્તાનંદ બાપુ, રામરૂપદાસ બાપુ, સહિત ભવનાથ તિર્થક્ષેત્રનાં વિવીધ અખાડાનાં સંતગણ સાથે જૂનાગઢ મહાનગરનાં મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, ખડી સમિતીનાં ચેરમેન હરેશ પરસાણા, ઈન્ચાર્જ જિલ્લા સમાહર્તા મિરાંત પરીખ, નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયા, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, સહિત ભાવીકો-ભક્તો, પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા. ધ્વજા રોહણ પૂર્વે ભવનાથ મંદિર ખાતે ઉકત સાધુ-સંતોઓએ ભોળાનાથ ભવનાથ મહાદેનું પૂજન-અર્ચન કર્યું હતું આ પ્રસંગે ભવનાથ તીર્થક્ષેત્રના શૈલજાદેવી, મહાદેવગીરી બાપુ, શાસક પક્ષના નેતા કિરીટ ભીંભા, નગર સેવક એભા કટારા, અગ્રણી પુનિતભાઈ શર્મા, ભાવેશ વેકરીયા, યોગી પઢિયારપ્ નિર્ભય પુરોહિત, હિમાંશુ પંડ્યા સહિતના સાધુ-સંતો, પદાધિકારીઓ અને અધિકારીઓ મેળાની પ્રારંભ વિધિમાં સહભાગી થયા હતા.

અહેવાલ : જીતેન્દ્ર દવે

\"\"
જાહેરાત