જામકંડોરણા ખાતે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા માજી સાંસદ સ્વ.વિઠ્ઠલ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં લેઉવા પટેલ વિદ્યાર્થી ભુવન ખાતે સાતમો ભવ્ય સમુહ લગ્ન સમારોહ યોજાયો હતો. રાજકોટ : સ્વ. વિઠલભાઈ રાદડીયાની પુણ્યસ્મૃતિમા યોજાયેલ શાહી સમુહ લગ્નમાં 165 દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ શાહી લગ્નોત્સવમાં સમસ્ત પટેલ સમાજ તરફથી દરેક દિકરીને પાનેતરથી માંડી ધરવખરીની તમામ સરસામાનની કુલ 123 આઇટમ ઉપરાંત શ્રીમદ ભાગવત, શ્રીમદ ભાગવત ગીતાજી તથા સાવજનું કાળજું પુસ્તક કરિયાવરમાં અર્પણ કરવામાં આવ્યા હતા. જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય તથા કુમાર છાત્રાલયના પ્રમુખ MLA જયેશ રાદડીયાની આગેવાનીમાં શાહી લગ્ન સમારંભનું આયોજન કરાયું હતું. જામકડોરણામાં એક સાથે 165 વરરાજાઓનો વિરાટ વરઘોડો નિકળ્યો હતો.આ કાર્યક્રમનું સંચાલન જયેશ રાદડિયાની આગેવાનીમાં થયું હતું. સામાજિક જવાબદારીના ભાગરૂપે એક સુખી સંપન્ન પરિવાર લગ્ન કરે તે જ રીતે જાજરમાન લગ્નનું આયોજન કરાયું હતું. ભવ્ય વરઘોડો જામકંડોરણા ગામમાંથી નીકળ્યો હતો. જેમાં 25 વિન્ટેજ કાર, ખુલ્લી જીપ, શણગારેલી મોટર કાર અને ઘોડાના કાફલા સાથે પાંચ ડીજેના વાહનો, ઢોલ મંડળીઓ, બેન્ડવાજાના ગ્રૃપ જોડાયા હતા.આ સમૂહ લગ્નમાં દિકરીઓને સમસ્ત સમાજ તરફથી રોકડ ચાંદલો 2222 અને સોના-ચાંદીના દાગીના કુલ 126 ચીજવસ્તુઓનો દિકરીઓને કરીયાવરમાં આપવાં આવેલ છે. જેમાં સોનાના દાણા નંગ-2, ફ્રિજ (કેલ્વીનેટર) 192 લીટર-1, વુડન ડબલ બેડ-1, સોફા 3 સીટર-1, વુડન કબાટ વીથ ડ્રેસીંગ-1, ટીપોઇ-1, ડબલ બેડ ગાદલુ-1, ઓશીકા-2, ડબલ બેડશીટ સેટ-1 નંગ-5, બ્લેન્કેટ-1, ટોવેલ સેટ-1 નંગ-4, કપલ વોચ સેટ-1 નંગ-2, લેડીઝ કાંડા ધડિયાળ-1, સોનાના ગ્રામવાળુ મંગલસુત્ર-1, સોનાના ગ્રામવાળી બુટી જોડી-1, ચાંદીના પાયલ સાંકળા જોડી-1, ચાંદીનો ડાયમંડ બ્રેસલેટ-1, ચાંદીનો કેડ કંદોરો-1, ચાંદીના પગ માછલી જોડી-1, ચાંદીની લક્ષ્મીજીની મુર્તિ-1, ચાંદીના ગણપતિની મુર્તિ-1, ચાંદીની કંકાવટી-1, ચાંદીની ગાય-1, ચાંદીનો તુલસીનો ક્યારો-1, ગ્લાસટોપ ગેસ ચુલો-1, મીક્ષ્ચર-1, ઇસ્ત્રી-1, ટોસ્ટર-1, બ્લેન્ડર-1, ઇલેક્ટ્રીક પંખો-1, ટ્રોલી બેગ-1, ટ્રાવેલીંગ બેગ-1, વરરાજા શુટ-1, વરરાજા બુટ જોડી-1, પાનેતર-1, સલવાર શુટ-2, ડિઝાઇનર સાડી નંગ-2, સાડી-2, ખુરશી-4, અમુલ 3 લીટર કુકર-1, દીવાલ ધડિયા-3, આસ્કા જ્વેલરી બોક્ષ-1, પીતળની કંકાવટી-1, બાજોઠ-2, પુજા થાળી પાન લેમીનેશન-1, મુખવાસદાની રજવાડી-1, લોટી નાળીયેર-1, કાંસાનો વાટકો-1, ત્રાંબાની 12 લીટરની પાણીની ટાંકી-1, ત્રાંબાનો લોટો-1, સ્ટીલનું બેડુ-1, કોપર કડાઇ-1, ત્રાંબાનો ત્રાસ-1, મીલ્ટોન ટીફીન-1, પીતળનો દીવો-1, કેશરોલ સહીતની 126 વસ્તુઓ કરીયાવરમાં અપાઈ હતી
સૌરાષ્ટ્રના ખેડૂત નેતા માજી સાંસદ સ્વ.વિઠ્ઠલ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં જયેશ રાદડીયા દ્વારા સાતમો ભવ્ય સમુહ લગ્ન સમારોહ યોજાયો
અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ