પોલીસ વિભાગની ઝડપી કાર્યવાહી અને સીસીટીવીની મદદથી ૧૮ તોલા સોનાના ધરેણા પરત મળ્યા

પોલીસ વિભાગની ઝડપી કાર્યવાહી અને સીસીટીવીની મદદથી ૧૮ તોલા સોનાના ધરેણા પરત મળ્યા \"\"

ગુજરાત : રાજકોટના ઢેબર રોડ પર આવેલ એસ.ટી બસપોર્ટમાંથી રૂ.10 લાખથી વધુ કિંમતના 18 તોલા સોના ભરેલી બેગ ગુમ થયા અંગેની મુસાફરે જાણ કરતાં એ ડિવિઝન પોલીસની ટીમે જુદા જુદા CCTV ફૂટેજના આધારે તપાસ કરી લીંબડી પોલીસને જાણ કરી લીંબડી રુટની બસને અટકાવી તેમાં અન્ય મુસાફર પાસેથી સોનાના દાગીના ભરેલી બેગ કબજે કરી છેએક જ સરખી બે બેગ હોવાથી અદલ બદલ થઈ ગયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ધૂળેટીના દિવસે મુસાફર જીતુદાન ગઢવીએ એ ડિવિઝન પોલીસમાં રૂબરૂ આવી જાણ કરી હતી કે તેની પત્ની લગ્નપ્રસંગ અર્થે બહારગામ જવું હોય તો એસ.ટી બસ સ્ટેન્ડ મૂકવા ગયા હતા. પોતે સોનાના ઘરેણાં ભરેલી બેગ બસમાં મૂકી પાણીની બોટલ લેવા નીચે ઉતરી ગયા હતા. તે દરમિયાન કોઈ બેગ લઈને જતું રહ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. બનાવ અંગેની ગંભીરતાને ધ્યાને લઈને એ ડિવિઝન પોલીસ મથકના PI કે.એન.ભૂકંણના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બસ નંબરના આધારે લીંબડી પોલીસને જાણ કરીને લીંબડી પાસે બસને હોલ્ટ કરાવી તપાસ કરી હતી. જ્યારે અન્ય મુસાફરને ચેક કરી બેગ અંગે ખરાઈ હતી. જેમાં એક મુસાફરે ભૂલથી પોતાના જેવી જ મળતી બેગ પોતાની સમજી લઈ લીધાની કબૂલાત આપી હતી. લીંબડી પોલીસે સોનાના દાગીના ભરેલી બેગ કબજે કરી રાજકોટ એ ડિવિઝન પોલીસને પરત કરી હતી.

અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ

\"\"
Ad
\"\"
ad