મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક વ્યક્તિએ 5 લોકોને ચાકુ માર્યા જેમાં ચાર લોકોના મોત

મુંબઈ :ગ્રાન્ટ રોડ વિસ્તારમાં આવેલ પાર્વતી મેન્શનમાં એક વ્યક્તિએ પાંચ લોકો પર ચાકુથી હુમલો કર્યો હતો જેમાં આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં ચાર લોકોના મૃત્યુ થયા હોવાની સ્પેશિયલ સેલે પુષ્ટિ કરતા કહ્યું હતું કે આરોપી ચેતને જાહેરમાં પાંચ લોકો પર હુમલો કર્યો હતો. ઘાયલોને નજીકની રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પહેલા બે લોકોના મોત થયા હતા. ત્યારબાદ બે લોકોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પોલીસે પાર્વતી મેન્શન બિલ્ડિંગના બીજા માળને સંપૂર્ણ રીતે સીલ કરી દીધો છે. ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી હતી અને તપાસ ચાલુ છે.
પોલીસે આરોપી ચેતન ગાલા (૫૪)ની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી હાલ હત્યાનું કારણ જાણવા નથી મળ્યું.