લેખક – રાજેશ પટેલ
આજથી છ સાત દાયકા અગાઉ મૂળ કાળઝાળ ગરમીની બળતી બપોરે ઓસરીમાં ઉભા રહીને બધું. મુક સાક્ષી ભાવે જોતા પાર્વતીમાની આખ્યુંએ ગંગા જમના વહેવા લાગી !! અને કેમ ના વહે દીકરો ઇનામ જીત્યો છે ! એ હર્ષના આંસુ હતાં !! ? માનો મોટો દીકરો જન્મથી મુક-બધીર અને બીજો દીકરો એ પરિવારનો મુખ્ય આધાર હતો !! એને ખુબ ભણાવવો હતો અને માસ્તર બનાવવાનું સપનું આંખમાં આંજીને બેઠેલા પાર્વતીમાને પાછું આશાનું કિરણ દેખાયું !!
પ્રજાપતિ એટલે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માના વંશજ સર્જન એમને પેઢી દર પેઢી વારસામાં મળે પણ અહી પિતાએ મોટો પરિવાર અને સામાજિક જવાબદારીઓ નિભાવતા નિભાવતા સુખા ભઠ ખેતરો અને મજુરીમાં પંડ તોડી નાખ્યું મોટા દીકરાએ ખેતીની કાળી મજુરીમાં સાથ આપે પણ વારંવાર પડતો દુષ્કાળ અને પાણીની અછત અને સદાય અભાવનો ભાવ !! માણસ કરે તોય શું કરે !
પરિસ્થિતિ પામી ગયેલા સમજદાર દીકરા રમણીકભાઈ એ ભણતર અધૂરું છોડી ગામમાં હીરા ઘસવાનું શરુ કર્યું પરિવારને ટેકો આપવા ! બહુ જરૂરિયાત વચ્ચે પણ પાર્વતીમાને એ નહોતું ગમ્યું ! એમને તો રમણીક માસ્તર થાય અને ગામના સોકરા\’વને ભણાવે એજ સપનું હતું !! આ એ મા હતા જેણે સાતમાં ધોરણમાં ભણતા દીકરાની જીદ કે એને કલરનું બોક્ષ અને પીંછી અને ચિત્રકામનો સામાન લઇ આપો !! દીકરાના ચિત્રકામના શોખને પોષવા પાર્વતીમા એ પોતાના કાપ ઉતારી આપ્યા હતા અને ગીરવે મુકાયેલા એ કાપ બાપુજી ક્યારેય છોડાવી નહોતા શક્યા પણ એ મા ને એનો હરખ શોખ કે અફસોસ નહોતો !!
સાલ – 1987,88 ની આ વાત છે એ સમયે પચીસ રૂપિયાની કીમત બહુ હતી અને જયારે પરિવાર આર્થિક સકડામણ ભોગવતો હોય ત્યારે તો વાત જ શી કરવી ! બાપ- દીકરાએ ધોમ ધખતા તાપમાં ઘરે પહોચ્યા અને ટપાલીએ મનીઓર્ડર ફોર્મમાં સહી કરાવી રૂપિયા પચીસ પુરા ગણી આપ્યા અને સાથે કાપલી આપી એમાં લખ્યું હતું કે \’\’ ડીપ્લોમાં ઇન ફાઈન આર્ટસની પરીક્ષામાં તમે રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે ઉતીર્ણ થયા છો. તમારી આ જ્વલંત સિદ્ધિ માટે અમદાવાદની સી.એન વિદ્યાલય તરફથી કાલિદાસ કલા પારિતોષિકનું સન્માન અને રોકડ પુરસ્કાર પેટે રૂપિયા પચીસ મોકલવામાં આવે છે !! ખુબ ખુબ આભિનંદન !! મનોમન ઈશ્વરનો કોઈ સંકેત હશે એમ પામી ગયેલા ભીખાભાઈ અને પાર્વતીમા એ આજ નક્કી કર્યું ગમે તેમ થાય દીકરાને ભણાવવો છે ! ભણતર તો ત્રીજી આંખ છે ! એ સિવાય આપણો કે આપણા પરિવારનો ઉધ્ધાર નથી !! પાંચસો રૂપિયા ઉછીના લીધા એ હીરાના કારખાનમાંથી જ્યાં એ અધૂરા ભણતરે હીરા ઘસવા બેસી ગયા હતા અને બસ પકડી વઢવાણની ત્યાં ફાઈન આર્ટસનો કોર્સ કર્યો સુરત આવ્યા નવચેતન વિદ્યાલય અને પછી પી.પી.સવાણી સ્કુલ અને અખંડાનંદ વિદ્યા ભવનમાં ચિત્રકામના શિક્ષક તરીકે કારકિર્દી શરુ કરી અને જમાવી !!
પાર્વતીમાને મન \’માસ્તર એટલે જેનું મા જેટલું ઊંચું સ્તર હોય ઈ માસ્તર મા નું સ્વપ્નું પૂરું કર્યું સુરતમાં ઠરીઠામ થયા 1991 માં નોકરી અને 1992માં છોકરી પણ મળી ગઈ પણ પરિવારને બે-પાંદડે કરવામાં અને સખત કામ, કામ અને કામમાં મશગુલ રહેતા એ દીકરાને એક દિવસે પોતાનો ભૂતકાળ યાદ આવ્યો કેવી વિષમ પરિસ્થિતિમાં હું જીવ્યો ભગવાન ના કરે એવા દહાડા કોઈના આવે !! પણ મારા જેવા હજારો માણસો આજે પણ ગામડામાં પોતાની કળા અને સંજોગોને લઈને જજુમતા હશે ! મારે કંઇક કરવું છે કલાના પૂજકો માટે સાધકો માટે અને કલાગુરુ – જશુભાઈ નાયકના આમંત્રણ અને આદેશને માન આપી તેમની સંસ્થા શ્રી ગુજરાત કલા પ્રતિષ્ઠાનમાં જોડાયા અને આજે મહામંત્રી પદે પહોચ્યાં છે અને શરુ થઇ ગુજરાતના ચિત્રકારોને પ્લેટફોર્મ આપવાની શરૂઆત, પ્રોત્સાહન અને કામ બને મળે અને કલાકારનો પરિવાર પ્રગતિ કરે એવા શુભહેતુ સાથે. સંસ્થાની નવમી કલા – શિબિર જૈનોના પ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણામાં પરમ પુજ્ય આચાર્ય ભગવંત શ્રી રાજહંસસૂરી મહારાજ સાહેબની નિશ્રામાં યોજાય જેમાં 290 જેટલા પેન્ટિંગ તૈયાર થયા અને ચિત્રકારોને 9,36000 રૂપિયાની રાશી પુરસ્કાર તરીકે મળી.
કોઈપણ વળતરની અપેક્ષા રાખ્યા વગર જે તે સમયે માત્ર 6-મહિનામાં ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા 25,09,000/- રૂપિયાનાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા જે કામ સરકારે કરવું જોવે એ કામ એક વ્યક્તિ એક સંસ્થા બનીને કરી રહી છે અને એ વ્યક્તિ એટલે કલાગુરુ રમણીકભાઈ ઝાપડિયા.