Home Culture કારીગરી અને કલાનો સમન્વય એટલે કુશળ સંચાલક, પ્રખર હાસ્ય અને લોકસાહિત્યકાર સુનીલ...

કારીગરી અને કલાનો સમન્વય એટલે કુશળ સંચાલક, પ્રખર હાસ્ય અને લોકસાહિત્યકાર સુનીલ સોની

2473
0

મુંબઈ : પરજીયા સોની જ્ઞાતિ એટલે ખમીરવંતી, લડાયક, પરોપકારી અને કોઈપણ કાર્યને અશક્ય ના માનનારી.
ગુજરાતના અમરેલી જિલ્લાના બગસરા (ભાયાણી) માં વસતા પ્રવિણભાઇ સોની અને રમાબેન સોનીના પુત્ર સુનીલ સોનીએ એસ.એસ.સી. સુધીનું ભણતર બગસરાની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હાઈ સ્કૂલમાં પૂર્ણ કર્યા બાદ ૧૯૯૫માં માયાનગરી નહી પણ માયાળુ નગરી મુંબઈ આવ્યા અને સુવર્ણ અલંકારો બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો. કારીગરી તો સોનીના દીકરાને લોહીમાં હોય એટલે સુનીલ સોનીએ ઝડપી પ્રગતિ કરી અને ૨૦૦૮ સુધી ઘરેણા બનાવવાનો વ્યવસાય કર્યો. વ્યક્તવ્ય આપવાનો શોખ પહેલેથી એટલે ૨૦૦૯ની સાલમાં મુંબઈમાં એક સંગીત ક્લાસમાં પ્રવેશ લીધો અને શિસ્તબદ્ધ તાલીમ મેળવી પ્રથમ કાર્યક્રમ ૨૦૧૦માં આપ્યો અને આજે લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાતી ભાષાને દેશ વિદેશમાં રહેતા લોકો સુધી પહોંચાડવામાં અને જીવંત રાખવામાં બધા ગુજરાતી કલાકારોનો મોટો ફાળો હોય છે . સુનીલ સોની પણ ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ રહે છે પોતાની દીકરીને ગુજરાતી ભાષા અને કક્કા બરખડીનું જ્ઞાન આપી શરૂઆત જ પોતાના ઘરથી કરી છે. યુએઈ, યુએસ, આફ્રિકા અને વિશેષ ઇઝરાયલમા પણ ગુજરાતી કાર્યક્રમો અને અનેક સહયોગીઓ સાથે મળી દહીસરમાં માતૃભાષા ગળથૂથીના સંસ્કાર વર્ગ શરૂ કરી પોતાનો ફાળો, માતૃભૂમિ અને માતૃભાષા પ્રત્યેની પોતાની ફરજ નિભાવે છે.
સુનીલ સોનીએ સ્વાભિમાન ભારત સાથે વાત કરતા કહ્યું કે ઘરમાં ગુજરાતી ભાષાનો જ ઉપયોગ કરવો જોઈએ જ્યાં જરૂર છે ત્યાં ઈતર ભાષાનો ઉપયોગ કરો. ગુજરાતી કાર્યક્રમો, નાટકો અને ફિલ્મો તરફ આજના યુવા વર્ગને વાળવા કાર્યક્રમોમાં થોડીક વૈવિધ્યતા આપવી હોય તો આપી શકાય પરંતુ મર્યાદામાં.
ગીત સંગીતને કોઈ સરહદ સીમાડા નથી નડતા એ પ્રમાણે ગુજરાતી લોક સાહિત્યને કોઈ જ્ઞાતિ બંધન નથી હોતું ત્યારેજ આજે એક પરજીયા સોનીનો દીકરો દેશ વિદેશમાં પોતાનો બહોળો ચાહક વર્ગ ધરાવે છે. એક યાદગાર પ્રસંગ મમળાવતા સુનીલ સોનીએ જણાવ્યું કે એક સમયે ઘાટકોપરના ઝવેરબેન ઓડિટરિયમમાં કાર્યક્રમ હતો. જે પૂર્ણ થયા બાદ એક યુવક મને મળવા આવ્યો અને મારો આભાર માનતા કહ્યું કે મારા પિતાને પેરેલીસિસ થયો હતો ઈલાજ કરાવ્યો સાજા થઈ ગયા પરંતુ મનમાં થોડો ડર બેસી. ગયો હતો કે હવે હું ચાલી નહી શકું એટલે વ્હીલચેરનો ઉપયોગ કરતા અનેક પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ રહ્યા આજે અમે તેમને કાર્યક્રમ જોવા લાવ્યા છે અને તમે જ્યારે ચારણ કન્યા ગાવાની શરૂઆત કરી ત્યારે તે ઉભા થઇ નાચવા લાગ્યા અને તેમણે કહ્યું કે હું ચાલીશ મારે વ્હીલચેરની જરૂર નથી. અમે તો કલાકાર છીએ રજૂઆત કરી પરંતુ ચારણ કન્યાના રચઈતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને જાય છે જેમણે વર્ષો પહેલા એવું લખ્યું કે જ્યાં ડોકટરો અને પરિવારો નિષ્ફળ રહ્યા ત્યારે આ રચના ઉપયોગી બની આ કલમ અને લોક સાહિત્યની તાકાત છે.
સુનીલ સોની મંચ પરથી અનેક પ્રેરણાદાયી પ્રસંગો,વાતો અને ગીતો રજૂ કરે છે જે કોઈના જીવનમાં ઉપયોગી બની શકે એ પ્રમાણે એમનું પારિવારિક જીવન પણ પ્રેરણાદાયક છે. માતા રમાબેનના સાનિધ્યમાં સુનીલ સોની અને તેમના ભાઈ ગૌરાંગ સોની (જેઓ પણ એક સારા ગાયક છે) પરિવાર સાથે એક છત નીચે સુખેથી જીવન જીવ છે. અને વિશેષ સંસ્કારો અને સંસ્કૃતિનો વારસો તેમના સંતાનો નાના છે પણ જાળવી રાખ્યો છે જે મુલાકાત સમયે અનુભવ્યું છે.