માનવતા મહેંકી ઉઠી…કચ્છના ગાંધીધામમાં મહિલા પોલીસકર્મીનું સરાહનીય કાર્ય

1237
0

ગુજરાત : હાલ જુનિયર કલાર્કની પરીક્ષા સમયે પોલીસ વિભાગે ફરજ સહિત સરાહનીય કાર્ય કરી ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ નાગરિકોના મિત્ર છે જે કોઈપણ પરિસ્થિતમાં તેમની સેવા અને સુરક્ષામાં હાજર હોય છે. થોડા સમય પહેલા એક અશક્ત વૃધ્ધા મહિલા જેમની તબિયત લથડતાં સફેદ રણમાં વર્ષાબેન નામના મહિલા પોલીસકર્મીએ તેમને ઉપાડીને લગભગ પાંચ કિલોમીટરનું અંતર કાપીને તેમને સ્થાન પર પહોચાડ્યા હતા.
આજ પ્રમાણે હાલ ગુજરાતમાં જુનિયર કલાર્કની પરીક્ષા સમયે ઉપરી અધિકારીઓના માર્ગદર્શનમાં પોલીસ વિભાગ તરફથી વિદ્યાર્થીઓને દરેક પ્રકારની મદદ કરવામાં આવી રહી છે ત્યારે કચ્છના ગાંધીધામ કેન્દ્રમાં
પરીક્ષા આપવા પહોંચેલી દિવ્યાંગ ઉમેદવારને પરીક્ષા બેઠક સુધી પહોંચાડવામાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હે.કો. મનીષાબેન ગેલોતર મદદરૂપ બન્યા હતા. એએસઆઈ હિતેશદાન ગઢવી, સુનયનાબેન બલિરામના નેતૃત્વમાં તેમણે દિવ્યાંગ મહિલા ઉમેદવારને પોતાના હાથમાં ઉપાડી લઈ બેઠક વ્યવસ્થા સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
ગાંધીધામ પોલીસ દ્વારા જિલ્લા બહારથી આવેલા ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા પણ કરી હતી અને કંટ્રોલરૂમ પણ કાર્યરત રાખ્યું હતું. પોલીસ વિભાગ કટોકટીના સમયમાં ફરજ બહારની મદદ પણ નાગરિકોને કરે છે ત્યારે નાગરિકોની પણ ફરજ છે કે તેમને સહયોગ કરવો અને સારા કામને બિરદાવતા પ્રોત્સાહન આપી ઉત્સાહ વધારવો.
સ્વાભિમાન ભારત હે. કો. મનીષાબેન ગેલોતરને નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવવા બદલ અભિનંદન પાઠવે છે
અહેવાલ દિપાલી સોની – ગાંધીધામ