રાજકોટમાં નકલી આઈબી અધિકારી બની લોકોને ફસાવનાર ઝડપાયો

ગુજરાત : PMOના અધિકારી તરીકે ઓળખ આપી જમ્મુ કાશ્મીરમાં રોફ જમાવતા કિરણ પટેલની તપાસ પૂર્ણ નથી થઈ ત્યાં રાજકોટમાં વધુ એક કિરણ પટેલ ઝડપાયો છે.
વડોદરાનો હિતેશ ઠાકર પોતાની ઓળખ IBના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે આપી ઠગાઈ કરતો હોવાનું સામે આવ્યું છે. એ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઠગ હિતેશ ઠાકરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના સત્ય સાંઈ રોડ ઉપર ઇન્દ્રલોક રેસિડેન્સીમાં રહેતા અને શાપર વેરાવળ ખાતે સુપરસ્ટાર કોપર વાયરની ફેક્ટરી ચલાવતા અલ્પેશભાઈ બાવનજીભાઈ નારિયા નામના વેપારીએ વડોદરાના હિતેશ પ્રવીણચંદ્ર ઠાકર સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં 1.22 કરોડની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. એમાં આરોપી હિતેશ ઠાકર પોતાની ઓળખ IBના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે આપી હોવાનું સામે આવતાં પોલીસે આરોપી તેની ધરપકડ કરી 9 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ