ગુજરાતમાં વિકાસ "અંજવાળા થી અંધારા તરફ" સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલ ડેમ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો લાંબા સમયથી બંધ

ગુજરાતમાં : ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં અનેક વર્ષોથી સરકાર છે. જેમાં મુખ્યમંત્રી બદલાયએ સાથે સૂત્ર બદલાય પહેલા વિકાસશીલ ગુજરાત પછી ગતિશીલ ગુજરાત આ ફક્ત લખવા માટેના સૂત્રો છે જ્યારે હકીકત કઈક જુદી છે
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના વડોદ ગામ નજીક ડેમ વિસ્તારની સ્ટ્રીટ લાઈટો. લાંબા સમયથી બંધ આ વિશે સંબંધિત અધિકારી સાથે ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ તેમના તરફથી ઉત્તર આપવામાં આવ્યો નથી.
વડોદ ગામના સરપંચ રાજેન્દ્રસિંહ સોલંકીએ સ્વાભિમાન ભારતને જણાવ્યું કે એકાદ વર્ષ પહેલા આ લાઈટો લગાડવામાં આવી હતી. જે લાંબા સમયથી બંધ છે. વડોદ અને બીજા ગામના ખેડૂતોને ખેતરમાં આવવા જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરવાનો હોય છે. સાંજ પછી અહીથી પસાર થવું ભયજનક છે.
વડોદના ઉપ સરપંચ વિક્રમ મોરીએ જણાવ્યું કે લીમડી ભોગાવો – ૨ વડોદ સિંચાઇ યોજના હેઠળ આવેલ ડેમને સંબંધિત અનેક સમસ્યાઓ છે. જેમાં ખરાબ પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરવામાં આવી, ગટર નથી બનાવવામાં આવી, ખેતરમાં જવા માટે યોગ્ય રસ્તાઓ નથી જેને કારણે બિનજરૂરી અંતર વધી જાય છે. સ્થાનિક રહેવાસીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે નિયમાનુસાર ડેમની દેખરેખ માટે કોઈ હાજર હોતું નથી. યોગ્ય દેખરેખ થતી નથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે પરંતુ એ પ્રમાણેનું કામ દેખાતું નથી જાણે ડેમને ભ્રષ્ટાચારનો એરૂ આભડી ગયો હોય. ક્યારેક મનમાં પ્રશ્ન આવે કે નદીમાં પાણી વધારે છે કે વિભાગમાં ભ્રષ્ટાચાર વધારે છે.
સરપંચ રાજેન્દ્રસિંહ સોલંકીએ વધુમાં કહ્યું કે દરેક સમસ્યાઓનું નિરાકરણ ટુંક સમયમાં નહી આવે તો આ વિષયની ફરિયાદ મુખ્યમંત્રી સુધી કરવામાં આવશે.