ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ અવનવા કિમિયાથી દારૂની હેરફેર અને વેચાણ થઈ રહ્યું છે ત્યારે રાજકોટ પોલીસે કરી બૂટલેગરોની ધરપકડ

રાજકોટ : બુટલેગરો પણ એક બાદ એક અવનવા નુસખા અપનાવી દારૂ ઘુસાડવા પ્રયત્ન કરતા હોય છે જો કે પોલીસ દ્વારા ચોક્કસ બાતમીદારોના કારણે બુટલેગરોના કીમિયાઓને નાકામ બનાવવામાં આવતા હોય છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે આવાજ બુટલેગરની ધરપકડ કરી છે જે મોટરકારમાં ચોરખાનું બનાવી દારૂ વહેંચતો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, XUV કારમાં દારૂ લઇ જવામાં આવી રહ્યો છે જેના આધારે વોચ ગોઠવી બાતમી વાળી XUV કાર આવતા તેને અટકાવી તેમાંથી રમેશસિંહ પરમાર અને પ્રતિપાલસિંહ ઉર્ફે પ્રતીક જાડેજાની અટકાયત કરવામાં આવી હતી. આ પછી ગાડીની તલાસી લેતા ગાડીની લાઇટ પાછળ ચોરખાનું બનાવી આરોપીઓએ તેમાં વિદેશી દારૂ દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો જેને કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવ હતી..પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરખાનામાં રાખવામાં આવેલ 8 પેટીનો કુલ 96 નંગ વિદેશી દારૂની બોટલ તેમજ XUV કાર મળી કુલ 3,52,400 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીઓ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવી કોને આપવાના હતા સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.

અહેવાલ ભરત ભરડવા / રોહિત ભોજાણી
રાજકોટ