ગુજરાત : ટુંક સમયમાં નોટબુક્સનું વિતરણ સમાજના વિધાર્થીઓમાં કરવામાં આવશે આ નોટબુક માટેની મુખ્ય થીમ લેવાનો વિચાર કરાયો ત્યારે એક વિચાર આવ્યો એની વાત આજે મારે કરવી છે. એ વિચારને આપણી સંસ્થાના પ્રમુખ નોટબુક વિતરણ પ્રોજેક્ટના ચેરમેન અને હોદેદારઓએ એકી અવાજે સ્વીકારી પણ લીધો.
શ્રીમાળી સોની આડેસરા પરિવારના હોનહાર તેજસ્વી યુવાન પ્રારંભિક શિક્ષણથી જ લશ્કરી ટ્રેનીંગ લઈ ભારતીય સૈન્યમાં જોડાયા.ભણવામાં હોશિયાર હોવાથી કોઈ બીજી ફેકલ્ટીમાં શિક્ષણ મેળવી પોતાની અલગ કારકિર્દી બનાવી શકત.પરંતુ ચાર વર્ષ અઘરી ટ્રેનીંગ લઈ લશ્કરમાં અધિકારી તરીકે જોડાઈ સૈન્યમાં દેશ સેવા કરવાનું સ્વીકાર્યું.એ દરમિયાન કારગીલ,લેહ,લદાખ જેવા વિસ્તારોમાં -60 ડીગ્રી સે.તાપમાનમાં બે વર્ષ ફરજ બજાવી કેપ્ટન તરીકે પ્રમોશન પણ મેળવ્યું.વિશ્વની સૌથી ઊંચી પર્વતીય યુધ્ધ ભૂમિ સિયાચીન ગ્લેશિયરમાં 20000 ફુટની ઉંચાઈએ 1987 માં પાકિસ્તાન સામે લડતાં ઓપરેશન મેઘદૂતમાં રાષ્ટ્રના રક્ષણ માટે 25 વર્ષની યુવા વયે પોતાના જાનની આહુતિ આપી વીરગતિ પામનાર ગુજરાતના એકમાત્ર લશ્કરી અધિકારી છે.
અમદાવાદના રહેવાસી હોઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહિદ નિલેશ સોની માટે સ્મારક બનાવ્યું,એમના નામથી રોડ અને સ્કુલનું નામકરણ કરી એમની યાદને કાયમ રાખી પણ શ્રીમાળી સોની સમાજે આટલાં વર્ષો થયાં છતાં કાંય નથી કર્યું એનો અફસોસ હતો.
નોટબુક વિતરણ પ્રોજેક્ટમાં આપણે આ તક ઝડપી વીર કેપ્ટન નિલેશ સોનીની થીમથી પ્રોજેક્ટ કરી એમનું જીવનચરિત્ર આપણા સમાજ અને વિધાર્થીઓ સુધી પહોચે એવો પ્રયાસ કર્યો છે એવી માહિતી શ્રી અખિલ કચ્છ શ્રીમાળી સોની સમાજના ઉપપ્રમુખ દિનેશ સોની દ્વારા આપવામાં હતી.
વીર નિલેશ સોનીના મોટાભાઈ જગદીશ સોનીને નોટબુક વિમોચન કાર્યક્રમમાં બોલાવી સમગ્ર પરિવારનું વિશેષ સન્માન કરવું જોઈએ.શ્રીમાળી સોની તરીકે આપણા સૌને આનું ગૌરવ હોવું જોઈએ પણ અફસોસ અડધા શ્રીમાળી સોનીને ખબર પણ નથી કે આપણા સમાજનો એક વ્યકિત સમગ્ર ગુજરાતનો એક માત્ર લશ્કરી અધિકારી તરીકે પાકિસ્તાન સામે ઓપરેશન મેઘદૂતમાં લડતાં લડતાં વીરગતી પામ્યા છે !
જગદીશ સોનીને જ્યારે જાણ થઈ કે અખિલ કચ્છ નોટબુક પ્રોજેક્ટ માટે નિલેશભાઈની થીમને અગ્રસ્થાન આપ્યું છે ત્યારે ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો.