ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીની દહિસર પોલીસે દિલ્હીથી કરી ધરપકડ

મુંબઈ : આજકાલ ઓનલાઈન છેતરપિંડી (FRAUD)ના કિસ્સામાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ વિભાગ તરફથી અવાર નવાર નાગરિકો માટે માર્ગદર્શિકા અને મીટીંગોનું આયોજન કરવામાં આવે છે. પરંતું નાગરિકો આ વિષયને ગંભીરતાથી લેતા નહી હોવાનું લાગી રહ્યું છે.
એક યુવકને નોકરીની જરૂર હોવાથી તેણે naukri.com પર પોતાની પ્રોફાઇલ બનાવી હતી. જેની માહિતી આરોપીએ મેળવી ફરિયાદીનો જતીન શર્માના નામથી સંપર્ક કરી CMA -CMG નામની મર્ચન્ટ નેવી કંપનીમાં HR ની ભરતી ચાલું હોવાનું કહી ફરિયાદીના કાગળ પત્ર વ્હોટ્સ એપના માધ્યમથી મેળવી UNIQUE PLACEMENT/CMACMG ના નામથી બનાવવામાં આવેલ બનાવટી ઈમેઈલ આઈડીથી નિમણુક પત્ર મોકલાવ્યો અને વિઝા, મેડિકલ, સિક્યુરિટી ચાર્જ, કંપનીમાં રહેવા અને ઇમિગ્રેશનનાં નામે કુલ ૪,૪૮,૦૦૦ (4,47,000) લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં મેળવ્યા હતા. ફરિયાદીને જ્યારે જાણ થઈ કે તેની સાથે છેતરપિડી થઈ છે તેણે તુરંત દહિસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હા ર. ક્ર. 440/2023 કલમ 419,420,465,468,471 ભા.દ.સ. સહ માહિતી અને તંત્ર જ્ઞાન કાયદાની કલમ 66 (K) (D) હેઠળ ગુન્હો દાખલ કરી જે બેંક એકાઉન્ટમા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેના પરથી માહિતી મેળવી રવિકુમાર અશોક કુમાર શર્મા (ઉં,૩૦), રહે. બેગમપુર એકસ્ટેનશન, રિયા પબ્લિક સ્કૂલ, નવી દિલ્હીથી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહી અપર પો.આયુ. રાજીવ જૈન, પોલીસ ઉપ. આયુક્ત સ્મિતા પાટીલ, સ.પો.આયુ. વસંત પિંગ્લે, વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રવીણ પાટીલના માર્ગદર્શનમાં પોલીસ નિરીક્ષક (ગુન્હા) સંજય બાંગર, પો. નિરિક્ષક રામ પોટે, સાયબર અધિકારી સહા. પો.ની. અંકુશ દાંડગે, પો.હ. સચિન શિંદે, અમિત પાટીલ, સાગર પવાર, કસ્તુરબા પોલીસ સ્ટેશનના પો.શી. શ્રીકાંત દેશપાંડે, મહિલા પો.શી. સુકેશીની જવળેએ સફળતાપૂર્વક પાર પાડી હતી