મુંબઈ : ઉત્તન સાગરી પોલીસ સ્ટેશનની હદમાં અંદાજિત ૨૪ થી ૨૬ વર્ષની અજાણી મહિલાની એક બેગમાં ત્રણ ટુકડા કરેલી લાશ મળી આવી હતી. આ કેસની તપાસ કાશી મિરા અને નવઘર પોલીસ સ્ટેશનના અધિકારી સપોની પ્રશાંત ગાર્ગુડે અને અભિજિત લાંડેની ટીમ સયુંકત રીતે કરી રહ્યા હતા.
મહિલાના હાથ પર બનાવેલ ટેટૂ અને આધુનિક યંત્રણાને આધારે મૃતકનું નામ અંજલિ મિંટું સિંગ ઉંમર ૨૩ વર્ષ, રહે, રાજ એપાર્ટમેન્ટ, રાજબલી ગામ, નાયગાંવ હોવાનું જાણવા મળ્યું. પોલીસે ગુન્હા રજી. I 95/2023 ભા.દ.સ. કલમ 302,0201 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ કરી મૃતક મહિલાના પતિ મીંટું રામબ્રીજ સિંગ (ઉ – ૩૧) અને દિયર ચુન ચુન રામબ્રીઝ સીંગની ધરપકડ કરી પૂછપરછ કરતા પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાથી આ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આ કેસની વધુ તપાસ ઉત્તન સાગારી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક દાદારામ કરાંડે દ્વારા કરવામાં આવી રહી છે.
પોલીસ વિભાગના પો.આયુક્ત મધુકર પાંડે, અપ. પો.આયુક્ત શ્રીકાંત પાઠક, જયંત બજવલ પો. ઉ.આયુક્ત, ઝોન -૧, શ્રીમતી દિપાલી ખન્નાના માર્ગદર્શનમાં સપોની પ્રશાંત ગાર્ગુડે, પોઉની અભિજિત લાંડે, યાદવ, ઉબાલે, કુરેવાડ, સ ફો. અનિલ પવાર, પો.હ.ભૂષણ પાટીલ, સુરેશ ચવ્હાણ, નિલેશ શિંદે, મંગેશ શિંદે, સંજય કોંડે, રાજેશ આસવેલ, પ્રદીપ ગવળી, રવીન્દ્ર બાગુલ, પો. અ. રવી કાંબલે, હનુમંત માને, ધુનાવત અને જાધવે ઉત્કૃષ્ટ કામગીરી કરતા ૨૪ કલાકમાં કેસ ઉકેલ્યો હતો.