કાંદીવલી ક્રાઇમ બ્રાન્ચે સ્ટોક માર્કેટના કોઈપણ પરવાના વિના એપ્લિકેશનની મદદથી ગૈરકાયદેશર ટ્રેડિંગ (ડબ્બા ટ્રેડિંગ)કરતી વ્યક્તિની ધરપકડ કરી

કાંદીવલી ક્રાઇમ બ્રાન્ચે સ્ટોક માર્કેટના કોઈપણ પરવાના વિના એપ્લિકેશનની મદદથી ગૈરકાયદેશર ટ્રેડિંગ (ડબ્બા ટ્રેડિંગ)કરતી વ્યક્તિની ધરપકડ કરી
મુંબઈ : હાલના સમયમાં અનેક એપ્લીકેશનના ઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી થઇ રહી છે ત્યારે કાંદીવલી ક્રાઇમ બ્રાન્ચે શેર માર્કેટના નિયમોની વિરુદ્ધ કોઈપણ પ્રકારની મંજૂરી વિના ટ્રેડિંગ (ડબ્બા) કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે.
કાંદીવલી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને વિશ્વસનીય સુત્રોથી માહિતી મળી હતી કે કાંદીવલી પશ્ચિમમાં એક વ્યક્તિ MOODY એપ્લિકેશનની મદદથી ગૈરકાયદેશર ટ્રેડિંગ કરે છે જેના આધારે શેર બઝારના અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓફિસ નંબર – 5 સંકેત બિલ્ડીંગ, મહાવીર નગર, કાંદિવલીમાં છાપો મારી તપાસ કરતા અને લેપટોપની તપાસ કરતા જોવા મળ્યું કે માર્ચ 2023 થી તા. 20/06/2023 ના સમયગાળામાં ગૈરકાયદેશર શેરના ખરીદ-વેચાણનું લગભગ 4672 કરોડનું ટર્ન ઓવર થયું હતું જેની પર સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સ, કેપિટલ ગેઇન ટેક્સ, સ્ટેટ ગવર્મેન્ટ સ્ટેમ્પ ડ્યુટી ટેક્સ, સેબી ટર્ન ઓવર ફી, સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગ રેવેન્યુ ના 1,95,64,888 રૂપિયાના મહેસૂલ ન ભરી શાસન સાથે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ગુન્હા ર. ક્ર 410/2023 હેઠળ 406,420,120 (બ), 201, ભા.દ.વી.સ સહ કલમ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ (નિયમન) કાયદા 1956 ની કલમ 23 પ્રમાણે ગુન્હો દાખલ કરી જતીન સુરેશ મહેતા (ઉં.45), વ્યવસાય શેર બ્રોકર, રહે. બી/502,પારસ ધ ગોલ્ડન ટચ, એમ.જી. રોડ. કાંદીવલી, (પ.)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
આ કાર્યવાહી ડીસીપી રાજ તિલક રૌશનના માર્ગદર્શનમાં વરિષ્ઠ પોલીસ નિરીક્ષક વિનાયક ચવ્હાણના નેતૃત્વમાં પો.ની. સચિન ગવસ, ભરત ઘોળે, સ.પો.ની. અભિજીત જાધવ, વિશાલ પાટીલ, પો.ઉપ.ની. અજિત કાનગુડે, સ.ફો. કાંબલે, તરટે, પો.હ. ગાયકવાડ સૂર્વે, કદમ, સાવંત, કેની, ખતાતે, ખાંડેકર તથા સાયબર એક્સપર્ટ રાહુલ રાયએ સફળતાપૂર્વક પાર પાડી હતી.