ગુજરાતમાં આંતકી સંગઠન સક્રિય ?

રાજકોટ: ગુજરાતમાં ફરી એક વખત આતંકી મોડ્યૂલ એક્ટિવ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. રાજકોટની સોનીબજારની અંદર ત્રણ વ્યક્તિ આતંકી સંગઠન અલકાયદાને મદદ કરવા માટે સક્રિય થઈ હતી.
આ અંગેની માહિતી ગુજરાત એટીએસને મળતા એક ઓપરેશન હેઠળ ત્રણ આરોપીને ઝડપી લીધા છે આ તમામ આરોપીઓ આતંકી સંગઠન અલકાયદા માટે ફંડિંગ અને સ્લીપર સેલને સપોર્ટ કરવા માટે એક્ટિવ થયાં હતાં. ગુજરાત એટીએસએ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝને રાજકોટમાંથી પકડ્યા છે. ખત્રીવાડમાં આવેલ શ્રીકૃષ્ણ કુંજમાં એક આતંકી રહેતો હતો, સૈફ નવાઝ અને તેની સાથે રહેલા વધુ એક વ્યક્તિને પણ એટીએસ ઉઠાવી ગઈ છે. જુમ્મા મસ્જિદ ચોકમાંથી પણ શંકાસ્પદ ગણાતા ૮ થી વધુ લોકો ATSએ ઉઠાવ્યા છે. સત્તાવાર કેટલા લોકોની ધરપકડ થશે તે માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેર કરવામાં આવશે. 6 / 7 મહિનાથી સૈફ જુમ્મા મસ્જિદ પાસેના મકાનમાં ભાડે રહેતો હતો. શ્રીકૃષ્ણ કુંજમાં બહાર અને અંદર સીસીટીવી ફીટ થયેલા છે. આથી તેની ગતિવિધિ સીસીટીવીમાં કેદ થઈ હોય તેવું પોલીસ તપાસ બાદ બહાર આવી શકે છે. ગુજરાત ATS એ રાજકોટની સોની બજારમાં આવેલા JP ટાવર પાસે ત્રીજા માળે ગુબીલ મેનસોન નામની ચેમ્બરમાંથી બે શખ્સોની અટકાયત કરી છે. જેમાં કાજી આલોંગીર અને તેમના સાળા આકાશની અટકાયત કરવામાં આવી છે. જેઓ મૂળ પશ્ચિમ બંગાળના વતની છે. ATSના ત્રણ પોલીસ અધિકારીઓ વેશપલટો કરી આવી અને કાજી આલોંગીરને મોબાઈલ ફોનમાં ફોટો બતાવી આમને ઓળખો છો તેવું પૂછી તેમના મોબાઈલ ચેક કરી તાત્કાલિક ઉઠાવી લઇ ગયા હતા.ગુજરાત એટીએસએ રાજકોટમાંથી પશ્ચિમ બંગાળના 3 શખસની અટકાયત કરી છે. આ ત્રણેય શખસ છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં રહેતા હતા. અને અલકાયદા સાથે કનેક્શન ધરાવતા હોવાનું કહેવાય છે તેઓ લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. તેમની પાસેથી મળેલ હથિયાર લોકલ વ્યક્તિ પાસેથી ખરીદ્યાની માહિતી સામે આવી છે. એ વ્યક્તિ કોણ છે તપાસ હાથ ધરાઈ છે.

અહેવાલ : ભરત ભરડવા /રોહિત ભોજાણી
રાજકોટ