ગણપતિ બાપ્પાનું આગમન

◆ ગણપતિ બાપ્પાના આગમનની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજકાલ બજારમાં જાતજાતના પુઠ્ઠાના તૈયાર ડેકોરેશન મળે છે… પણ અમે કઈ નવું કરવાનું વિચારી રહેલા…
ત્યાં જાણે કે કોઈ ઘરના મંદિરમાંથી ડોકિયું કરતું હોય એવો આભાસ થયો…
◆ કોણ હશે!! ત્યાં તો સાક્ષાત ગણેશજી દેખાયા… વત્સ મારા આગમનની તૈયારી થઈ રહી છે??
હાં પ્રભુ તમારા આગમનની તૈયારી લગભગ પુરી થઈ છે… બસ નાની મોટી તૈયારીની યાદી બનાવી રહ્યો છું…
એક વાત કહું વત્સ?? તેઓ બોલ્યા??
બોલો પ્રભુ… તમે કહો એ પ્રમાણે તૈયારી કરૂ….
◆ હે વત્સ તારા ઘરે આવવું મને પણ ગમશે,
બસ જરા ડી.જે. વગાડતી વખતે ધ્યાન રાખજે!! મને તો આમપણ આ બધાની આદત છે… પણ તારી આસપાસના વૃદ્ધ અને બીમાર લોકોનું ખાસ ધ્યાન રાખજે…
મને રોજ સાદો અને સાત્વિક આહાર આપજે…
આમપણ હું મોદક ખાઈને કંટાળી ગયો છું…
સાત્વિક ભોજનથી મારું અને તારું આરોગ્ય જળવાશે…
◆ ડેકોરેશનમાં સોનાના જાસૂદ અને દુર્વા (ગણેશજી ની પૂજામાં વપરાતું એક પ્રકારનું ઘાંસ ) મુકવા કરતા ઓરિજનલ સુગંધીત ફૂલ અને દુર્વા મુકજે… ઘરનું વાતાવરણ સુગંધિત અને પ્રફુલ્લિત થશે…
સવાર સાંજ ફિલ્મી ગીત મુકવા કરતા સરસ મજાના ભક્તિગીત મુકજે જેથી કરીને વાતાવરણ ભક્તિમય થશે… જે તારા બાળકોને સંસ્કાર આપશે…
મારા આગમનના સ્થાનને સુંદર રગોળીથી સજાવજે…
◆ મારા આગમનથી લઈને વિસર્જન ના દિવસ સુધી રોજ સવાર સાંજ પુષ્પમંત્રાજલી કરીને શંખનાદ કરીને કરજે, ઘરની નકારાત્મક શક્તિનો નાશ થશે…
ગૌરી ના આગમન વખતે બીજા ત્રીજા ખર્ચ કરવા કરતાં બટુક ભોજન કરાવજે મને ગમશે…
અને હાં મારૂ વિસર્જન નાના ટબમાં કરીને એની માટી તારા બગીચામાં ફેલાવજે જેથી કરીને તારા સુખદુઃખમાં હંમેશા તારી સાથે રહું…
◆ હે વત્સ જેટલી આતુરતા તને મારા આગમનની છે… એટલીજ મને તારા ઘરે આવવાની છે…
બસ બે દિવસ પછી એટલેકે મંગળવારે હું આવી રહ્યો છું… મંગળવાર આમપણ મારો દિવસ છે…
◆ ગણપતિ બાપ્પા મોર્યાના જોરદાર નાદ થી આસપાસનું વાતાવરણ ગુંજી ઉઠ્યું…
બાજુની સોસાયટીના સાર્વજનિક મંડપમાં ગણપતિ બાપ્પાનું આગમન થઈ રહેલું…
◆ ગણપતિ બાપ્પા જાણે મને જોઈને કહી રહેલા,
\”મેં જે કાંઈ કહ્યું એ યાદ રાખજે વત્સ\”…
નતમસ્તક થઈને હું માત્ર એટલુંજ બોલી શક્યો…
ગણપતિ બાપ્પા મોર્યા…
◆ C.D. Solanki.

◆ Mob. 8108641599