ઓનલાઈન ઠગની માયાજાળ

◆ આજકાલ મહાદેવ એપ્સ અને એના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલનું નામ ચર્ચામાં છે. હોય પણ કેમ નહિ, સાહેબ… થોડા મહિના પહેલા દુબઈમાં સૌરભ ચન્દ્રાકરના લગ્ન યોજાયેલા, જેમાં લગભગ 200 કરોડનો ખર્ચ ફક્ત સેલિબ્રિટી લોકો પર થયેલો… અને Enforcement Directorate (અમલીકરણ નિયામકની કચેરી એટલે કે પ્રવર્તન નિર્દેશાલય) ની નજરમાં આવી ગઈ..
એ લગ્નમાં મહાલવા ગયેલા લગભગ 70 કરતા વધારે રૂપેરી પડદાના અદાકારો, અને બીજા અનેક સેલિબ્રિટી\’સ પણ ED ની અડફેટમાં આવી ગયા…
◆ આ મહાદેવ બેટિંગ એપ્સ એટલે ઓનલાઈન સટ્ટો, જેના દ્વારા અનેક લોકોના જીવનમાં ઉથલપાથલ આવી ગઈ… એની મહાજાળ ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા અને દુબઈમાં ફેલાયેલી છે.
CA. એન્જિનિયર, અને નાના મોટા અનેક કારોબારીઓ રાતોરાત કરોડપતિ બનવાની લાહય માં બરબાદ થઈ ગયા…
30/35 વર્ષના યુવાઓએ આ સટ્ટાબજારમાં પોતાનું સર્વસ્વ ગુમાવવના લીધે આત્મહત્યા કરી… જેનો પડઘો હાલમાં પુરા થયેલા ગણેશ ઉત્સવની સજાવટમાં પણ જોવા મળેલો..
આ એપ્સની રચના એવી હતી કે સટ્ટો લગાડનાર જીતવાની લાલચમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દેતો…
◆ નાસિકના એક યુવાએ લોકોને એક વિશ્વવિખ્યાત ક્રિકેટરને સટ્ટાની જાહેરાત ન કરવામાં માટે એના બેંક એકાઉન્ટમાં લાખો લોકોને એક એક રૂપિયો મોકલવાની અપીલ કરેલી જેથી કરીને આ ક્રિકેટરને આવી જાહેરાત કરવી ન પડે… એના કહેવા મુજબ આ અબજોપતિ ક્રિકેટરની જાહેરાતના લીધે લાખો યુવાઓ આ ઓનલાઈન સટ્ટાતરફ આકર્ષિત થઈ રહ્યા છે…
◆ આજની પેઢી… આવી જાહેરાતોમાં પોતાના પ્રિય પાત્ર દ્વારા કરવામાં આવતી અપીલ સ્વીકારતી હોય છે… પરિણામે નુકસાન તો ચાહકોનું થાય છે… અને સેલિબ્રિટીને જાહેરાતની સારી એવી રક્કમ મળે છે..
કોવિડકાળમાં જ્યારે બધા કામધંધા ઠપ્પ હતા ત્યારે બેંગલુરુના એક સાધારણ જ્યુસવાળાએ પોતાના મિત્ર સાથે મળીને ઓનલાઈન બેટિંગ (સટ્ટા) એપ્સ બનાવીને લોકોને છેતરવાનો આસન ધંધો અપનાવ્યો…
◆ બે ત્રણ વર્ષમાં 20,000/- કરોડ કરતા વધારેનો બિઝનેસ બનાવીને દેશના લાખો લોકોના જીવનમાં હલચલ મચાવનાર આ મહાસયે છેલ્લા વર્ષે મહાદેવ એપ્સની સક્સેસ પાર્ટી યોજેલી… જેમાં અસંખ્ય બોલિવૂડ સ્ટાર્સ અને બીજા સેલિબ્રિટીઓ એ હાજરી આપેલી અને EDની અડફેટમાં આવી ગયા…
આમ\’તો છેલા 2 વર્ષથી ED ના રડાર પર આ એપ્સ અને એના પ્રમોટરો હતા… બસ યોગ્ય સમયની રાહ જોવાતી હતી… જે આ લગ્નમાં મળી ગઈ…
◆ તમે જેનાપર વિશ્વાસ મુકો એજ વ્યક્તિ તમારી સાથે ધોકો કરે તો??. આ કલાકારો અને સેલિબ્રિટી પણ પોતાના ચાહક વર્ગ સાથે ધોકો કરતા હોય છે… બસ એનો તરીકો અગલ હોય છે…
મિત્રો જાહેર ખબરની દુનિયા એક આભાષિ દુનિયા છે… હકીકતમાં જે સંભવ ન હોય એ તમને મળશે એવો આભાસ ઉભો કરવામાં આવતો હોય છે…
આવનારા અંકોમાં આપણે એના વિશે વિસ્તારોમાં જાણીશું…
◆ EDના મુખ્ય કાર્યોમાં FEMAના ઉલ્લંઘન, ‘હવાલા’ વ્યવહારો અને વિદેશી હૂંડિયામણ સાથે સંકળાયેલા કેસોની તપાસનો સમાવેશ થાય છે.
પહેલા ફેમાની જગ્યાએ ફેરા ના નામે કાયદો હતો. આર્થિક ઉદારીકરણની પ્રક્રિયાને કારણે, FERA (1973), જે એક નિયમનકારી કાયદો હતો, તેને 1 જૂન, 2000 થી ફોરેન એક્સચેન્જ એક્ટ (1999) દ્વારા બદલવામાં આવ્યો, જેને FEMA નામ આપવામાં આવ્યું છે.
◆ ઓનલાઈન ગેમિંગ મહાદેવ એપ્સપર આ કાનૂન હેઠળ કરવાઈ કરવામાં આવી છે.
કોઇના પણ જીવનનો અંત આવવો એ દુઃખદ કહેવાય પણ જો આવા એપ્સપર સરકાર પ્રતિબંધ મૂકે તો બીજા અનેક લોકોનું જીવન સુખદ થઈ શકે!!…
એથીજ આવી એપ્સની જાહેરાત અથવા પ્રમોશન કરતા સેલિબ્રિટીઓને સજા થવી જરૂરી છે…
◆ આજના સેલિબ્રિટી પાસે નૈતિકતા જેવું કંઈ નથી… તેઓને ફક્ત પૈસા થી મતલબ છે. આપણી આસપામાં પણ આવા લોકો રહેતા હશે… એમનાથી સાવધાન રહો…
◆ C.D. Solanki.
◆ Mob. 8108641599*