"ડાકીયા ડાક લાયા"

\”ડાકીયા ડાક લાયા\”
◆ 9મી ઓક્ટોબરે વિશ્વ ટપાલ દિવસ એ અનુસરીને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તામિલનાડુ કુંનુંરના રિટાયર્ડ ડાકીયા (ટપાલી) ડી સિવાન ને યાદ કરીને લખેલું \”ડાકીયા ડાક લાયા\” સેવા ઔર સમર્પણ કી ભાવના કો સેલ્યુટ…
ડી સિવાને 30 વર્ષની નોકરી દરમ્યાન કુંનૂરના દુર્ગમ રસ્તાઓ અને જંગલ પાર કરીને રોજ 15 km. ચાલીને લોકોને ટપાલ પહુચાડતા… આજે રિટાયર્ડ થયેલા કર્મચારીને કોઈ પૂછતું નથી એવા સમયમાં \”કેન્દ્રીય રેલ, સંચાર, ઈલેક્ટ્રોનિકસ અને પ્રાદ્યોગિકી મંત્રીએ યાદ કરવા પડે એનાથી વિશેષ શું હોઈ શકે?
◆ આજથી પંદર વીસ પહેલા ડાકીયાની રાહ જોવાતી હતી… સવારના પહોરમાં જો કોઈ ડાકિયો સાઇકલ પર આવે તો દરેક વ્યક્તિના ધબકારા વધી જતાં… કોના ઘરે તાર (ટેલિગ્રામ) આવ્યો… ટપાલી દેખાય એટલે લોકો પોતાનું નામ અથવા અટક કહીને ટપાલ માટે પૂછતાં હતા…
શહેરોમાં તો સમજ્યા પણ ગામડાઓમાં તો ટપાલી લોકોને પત્ર વાંચીને સંભળાવતા અથવા એમને ટપાલ લખી પણ આપતા…
◆ આજે ટપાલીના થેલામાંથી પોસ્ટકાર્ડ અને આંતરદેશી પત્ર નામશેષ થઈ ગયા છે…. આજે તો ટપાલ લખવાની લાલિત્ય કળા ભુલાઈ ગઈ છે… લોકો પોતાના સુખદુઃખની વાત વોટ્સએપના માધ્યમથી મુકવા લાગ્યા છે… એમાં પણ કોપીપેસ્ટ કરીને મૂકે છે… એથીજ આજની પેઢીને ટપાલ અને ટપાલીની ગૌરવગાથા ખબર નથી…
◆ ઘણાં ઓછા લોકોને ખબર હશે કે મુંબઈના દાદરમાં \”ડેથ પોસ્ટ ઓફીસ\” નામની પોસ્ટ ઓફીસ હતી, જયાંથી અધૂરા એડ્રેસ અથવા નામ વાળી પોસ્ટને એના યોગ્ય માલિક સુધી પહોચાડવા માટે વિભિન્ન ભાષા જાણનારા વિશેષ સ્ટાફ હતા…
◆ આપણાં દેશમાં અમુક પ્રદેશની સ્ત્રીઓ પોતાના પતિનું નામ બોલતી અને લખતી નહીં… પણ એના બદલે સાંકેતિક ચિહ્નો મુક્તી… ધારો કે ફુલચંદ ને એની બૈરીએ ટપાલ લખી… એમાં નામની જગ્યાએ ફૂલ અને ચંદ્રનું ચિત્ર હોય…
આવા સાંકેતિક ચિત્રોને સમજીને આ ડાકીયાઓ ચિઠ્ઠી યોગ્ય સ્થળે મોકલતા..
આજે જમાનો બદલાઈ ગયો છે. દરેકના સુખદુઃખમાં સાથ આપનાર ટપાલ અને ટપાલી આજે મોલાઈલના જમાનામાં પોતાના અસ્તિવની લડાઈ લડી રહ્યા છે…
◆ સરકાર પોસ્ટ ઓફીસને બચાવી રાખવા પ્રયાસ કરી રહી છે… આજે પોસ્ટ બેંક પણ ઉપલબ્ધ છે… પોસ્ટ ઓફીસની બેંકનો ફાયદો આંતરીયાળ ગામડાઓ માટે ખાસ છે… લોકોને 1000 રૂપિયા સુધીની રક્કમ કાઢવા પોસ્ટની બેંક સુધી જવું પડતું નથી… પોસ્ટમેનને તમારું પોસ્ટઓફિસનું ATM બતાવીને થંપ ઈમ્પ્રેસન આપીને મેળવી શકાય છે…
◆ ધન્ય છે. આવા ટપાલી અને ટપાલ ખાતાના કર્મચારીઓને… 1977માં એક ફિલ્મ આવેલી \”પલકો કી છાંવ મેં\” જેમાં રાજેશ ખન્ના ડાકીયાના પાત્રમાં હતા… એમાં ડાકીયા બાબુ લોકોને કહેતા…
\”ख़ुशी का पयाम कही, दर्दनाक लाया
डाकिया डाक लाया…
C.D. Solanki.
Mob. 8108641599