બોરીવલીમાં નવરાત્રિના બનાવટી પાસ વેચનાર આરોપીઓ ઝડપાયા

બોરીવલીમાં નવરાત્રિના બનાવટી પાસ વેચનાર આરોપીઓ ઝડપાયા
સમગ્ર દેશ નવરાત્રી ઉજવી રહ્યો છે ત્યારે મુંબઈના બોરીવલીમાં તો પ્રસિદ્ધ ગરબા ગાયકોના સંગે રંગેચંગે અનેક આયોજન કરવામાં આવે છે. જેમાં ગરબે ઘૂમવા થનગનતા મુંબઈવાસીયો નવરાત્રિ પહેલા પાસ ખરીદતાં હોય છે. બોરીવલી પશ્ચિમમાં વિધાનસભ્ય સુનીલ રાણે આયોજિત રંગરાત્રિ દાંડિયા નાઇટ્સના બનાવટી પાસ વેચાવવાની ઘટના સામે આવી છે.
આ વિશે માહિતી આપતા નીરવ મહેતા કહ્યું હતું કે તા ૧૪/૧૦/૨૦૨૩ના અમુક શખ્સોએ બનાવટી ટિકિટો બનાવી છેતરપિંડી કરી હતી આ વિશેની ફરિયાદ એમએચબી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સુધીર કુડાલકરે એક ટીમ બનાવી તપાસ શરૂ કરી જેમાં સાક્ષીઓના નિવેદનના આધારે વિરારમાં રહેતા ગ્રાફિક ડિઝાઇનર કરણ શાહ (ઉં.૨૯) સહિત દર્શન ગોહિલ (ઉં ૨૪),પરેશ નેરવેકર (ઉં ૩૫), કવિશ પાટીલ (ઉં ૨૪ )ની મોબાઈલના લોકેશનને આધારે કાંદિવલી, મલાડ મનોરી, વિરાર થી ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ગ્રાફિક ડિઝાઇનર કરણે વેબ સીરીઝ \’ફર્જી\’જોઈને આ વિચાર આવ્યો હતો.
આ મામલે પોલીસે અંદાજે ૩૦ લાખની કિંમતના ૧૦૦૦ નક્લી પાસ, હોલોગ્રામ સ્ટીકર,લેપટોપ,પ્રિન્ટર સહિતના ૩૫ લાખ ૧૦ હજારની માલમત્તા જપ્ત કરી હતી.