સાયબર ક્રાઇમ વિભાગના અધિકારીઓએ ગણતરીના કલાકોમાં પૈસા પાછા મેળવી આપ્યા

દહિસરમા સાયબર ક્રાઇમ વિભાગના અધિકારીઓએ છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીના 3 લાખ 19 હજાર કલાકોમાં પાછા મેળવી આપ્યા.
મુંબઈના દહિસર વિસ્તારના રહેવાશી કિરીટ મનોહર ગોરેએ 15 ઓકટોબરના એમેઝોન શોપીંગ એપ પરથી ખરીદી કરી હતી. તેના બે દિવસ પછી અચાનક એમના ખાતામાંથી એમેઝોન ગીફ્ટના નામે ફક્ત 25 મિનિટમાં ત્રણ લાખ ઓગણીસ હજાર કોઈએ કઢાવી લીધા કે ટ્રાન્સફર કર્યા, આ માહિતી મળતાં કિરીટ ગોરે દહિસર પોલીસ સ્ટેશન પહોંચી સાયબર સેલનો સંપર્ક કર્યો તે સમયે જમવા બેઠેલા અધિકારીઓ ઘટનાની ગંભીરતા સમજી તુરંત તપાસ શરૂ કરી કયા ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે એ જાણકારી મેળવી તાત્કાલિક બેન્કનો સંપર્ક કરી તે ખાતું સ્થગિત (ફ્રીઝ) કરાવ્યું. બીજા દિવસે બેકે કાર્યવાહી સંપૂર્ણ કરી ફરિયાદીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા.
કિરીટ ગોરનું કહેવું છે કે પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી એને કારણને મને પૈસા પાછા આવ્યા છે. જો થોડો સમય વધુ થયો હોત તો પૈસા પાછા આવવા અશક્ય હોત.
સાયબર ક્રાઇમના અધિકારીઓએ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરતા કહ્યું કે સાદા મેસેજ રૂપે અથવા કોઈપણ સોશિયલ મીડિયા પર લિંક આવે તો તે ઓપન ના કરવી એ સાથે કોઈ અજાણ્યા વ્યક્તિના ફેસબુક વોટ્સેપ કે બીજી કોઈપણ એપ પરથી વિડિયો કોલ આવે તો તે ઉપાડવો નહી.

ઝોન – ૧૨ના ડીસીપી સ્મિતા પાટીલના માર્ગદર્શનમાં વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રવીણ પાટીલના નેતૃત્વમાં આ કાર્યવાહી સાયબર સેલના સહાયક પોલીસ નિરીક્ષક અંકુશ દાંડગે, ઉપ નિરીક્ષક રાજેશ ગુહાડે, અમલદાર શ્રીકાંત દેશપાંડે અને નીતિન ચોહાણે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.